Shani Gochar: શનિના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે મહાલાભ, 3 રાશિઓ સાડાસાતી અને ઢૈયાથી થશે મુક્ત
શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. હાલ શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. વર્ષ 2025 માં 29 માર્ચે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોને જબરદસ્ત ફાયદો મળવાની શરૂઆત થશે. આ ત્રણ રાશિને સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મળી જશે.
વર્ષ 2025 માં 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનો સૌથી વધુ ફાયદો કર્ક રાશિને થશે. આ રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. મીન રાશિમાં શનિ પ્રવેશ કરશે એટલે કર્ક રાશિની ઢૈયા સમાપ્ત થઈ જશે. ત્યાર પછી કર્ક રાશિના લોકોના જીવનમાં સફળતાઓનો સમય શરૂ થશે. 29 માર્ચ 2025 પછી આ રાશિના લોકો બેશુમાર ધન કમાશે.
શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે એટલે વૃશ્ચિક રાશિના લોકોને પણ ઢૈયાથી મુક્તિ મળી જશે. ઢૈયાની અસરથી મુક્ત થવાથી વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં સારો સમય શરૂ થશે. આ સમય દરમિયાન તેઓ અઢળક ધન પ્રાપ્ત કરશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વેપારીઓનો શાનદાર સમય શરૂ થશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે પરંતુ જીવનમાં ખુશીઓ વધશે.
મકર શનિની સ્વરાશિ છે. મીન રાશિમાં પ્રવેશ સાથે મકર રાશિના લોકો સાડાસાતીથી મુક્ત થઈ જશે. ન્યાયના દેવતા શનિ વર્ષ 2025 માં મકર રાશિના લોકોને અઢળક લાભ કરાવશે. આ રાશિના લોકોના આર્થિક સંકટ દૂર થવા લાગશે. ધનની તંગીથી છુટકારો મળી જશે. અટકેલા કામ પૂરા થવા લાગશે.