30 વર્ષ બાદ શનિએ બનાવ્યો દુર્લભ રાજયોગ, 2025 સુધી આ જાતકોના સિતારા ચમકશે, ધનલાભ સાથે કરિયરમાં થશે પ્રગતિ
કર્મફળ દાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલનાર ગ્રહ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. તેવામાં એક રાશિમાં બીજીવાર આવવામાં શનિને આશરે 30 વર્ષનો સમય લાગે ચે. શનિના રાશિ પરિવર્તનની અસર લાંબા સમય સુધી દરેક રાશિના જાતકોના જીવનમાં રહે છે. મહત્વનું છે કે આ સમયે શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે, જેનાથી શશ નામક રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેને પંચમહાપુરૂષોમાંથી એક માનવામાં આવે છે. તેવામાં જ્યારે વર્ષ 2025માં શનિ કુંભ રાશિમાંથી નિકળી ચીન રાશિમાં જશે ત્યાં સુધી આ રાજયોગ રહેશે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આવો જાણીએ શશ રાજયોગ બનવાથી કયા જાતકોને લાભ મળી શકે છે.
આ રાશિમાં શનિ દસમાં ભાવમાં બિરાજમાન છે. તેવામાં આ રાજયોગ તે ભાવમાં બની રહ્યો છે. આ જાતકોના માન-સન્માનમાં વધારો થશે. અચાનક ધનલાભનો યોગ બની રહ્યો છે. સંપત્તિ, વાહન ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા ઈચ્છા પૂરી થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તેવામાં તમારા ભવિષ્ય પર તેની અસર પડી શકે છે. આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે. આ સાથે આવકના સ્ત્રોત વધશે, જેનાથી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે.
આ રાશિના ત્રીજા ભાવમાં શનિ બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. તમારા જીવનમાં ઘણા પડકાર આવી શકે છે પરંતુ તમે તેને સરળતાથી પાર કરશો. કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. દેવામાંથી છુટકારો મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઠીક થઈ શકે છે.
આ રાશિના લગ્ન ભાવમાં શશ રાજયોગનું નિર્માણ થયું છે. આ સાથે કુંભ જાતકો પર શનિની સાડાસાતીનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. તેવામાં આ જાતકો પર શનિ દેવની વિશેષ કૃપા થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. અચાનક ધનલાભનો યોગ જોવા મળી રહ્યો છે. પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આ સાથે નોકરીમાં પ્રગતિ સાથે પગાર વધી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને પણ ખુબ લાભ થવાનો છે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.