Shani Gochar: 2025માં શનિદેવ આ 3 રાશિવાળાની ઈચ્છાઓ કરશે પૂરી; બંપર ધનલાભ કરાવશે! ધાર્યા કામ પાર પાડશે, દુશ્મનો હારશે

Tue, 12 Nov 2024-10:38 am,

વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ એક રાશિમાં લગભગ 30 વર્ષ બાદ પ્રવેશ કરે છે. 2025માં શનિદેવ કુંભ રાશિમાંથી નીકળીને દેવગુરુ બૃહસ્પતિની રાશિ મીનમાં પ્રવેશ કરશે. જ્યાં આવનારા લગભગ અઢી વર્ષ સુધી તેઓ આ રાશિમાં રહેશે. શનિદેવ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિ દેવનું વર્ષ 2025માં મીન રાશિમાં ગોચર કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. આ સાથે આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ પણ બનશે. જાણો આ લકી રાશિઓ વિશે...  

મેષ રાશિના જાતકોને શનિદેવનું ગોચર લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે વર્ષ 2025માં શનિના ગોચર કરવાથી મેષ રાશિમાં શનિ દશમ અને એકાદશના સ્થાનના સ્વામી થઈને તમારી કુંડળીના 12માં સ્થાનમાં પ્રવેશ કરશે. આવામાં તમારા ઉપર શનિની સાડાસાતીની શરૂઆત થશે. પરંતુ દ્વાદશ ભાવમાં શનિ હોવાના કારણે તમારી કુંડળીના બીજા ભાવ, છઠ્ઠા ભાવ અને નવમાં ભાવમાં દ્રષ્ટિ પડશે. આવામાં તમે દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. આ સાથે જ કરિયરમાં તમને નવી નવી ઓફર મળી શકે છે. આકસ્મિક ધનલાભના પણ યોગ બનશે. 

વૃષભ રાશિવાળા માટે શનિદેવનું રાશિ પરિવર્તન અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી નવમ અને દશમ ભાવના સ્વામી થઈને કુંડળીના એકાદશ ભાવમાં પ્રવેશ કરશે. આ સાથે જ શનિ તમારી ગોચર કુંડળીના પંચમ અને અષ્ટમ ભાવમાં દ્રષ્ટિ નાખશે. જેના કારણે તમારી આવકમાં વધારો થઈ શકે છે. આ સાથે જ આવકના નવા નવા સ્ત્રોત પણ ઊભા થશે. જે લોકો રિસર્ચના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને લાભ થઈ શકે છે. આ સાથે નોકરીમાં પ્રમોશન અને વેપારમાં સફળતાના યોગ છે. ધનની કમી દૂર થશે અને અટવાયેલા કામો પૂરા થશે. 

શનિદેવનું મીન રાશિમાં ગોચર મિથુન રાશિવાળા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ મહારાજ અષ્ટમ અને નવમ ભાવના સ્વામી થઈને તમારા દશમ ભાવમાં પ્રવેશ ખરશે. કાર્યક્ષેત્રમાં તમને સારી એવી સફળતાઓ મળશે. તમારા ઉપર કામનું દબાણ ઓછું રહેશે. તમારી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. વર્ક પ્લેસ અને કાર્યક્ષેત્રમાં તમારું સન્માન વધશે. કારોબાર અર્થે મુસાફરી યોગ છે. આ સમય દરમિયાન ધનની બચત પણ કરી શકશો. વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે. વેપારનો વિસ્તાર થઈ શકે છે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link