દિવાળી પર શનિએ 30 વર્ષ બાદ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, 3 રાશિવાળાને અકલ્પનીય બંપર ધનલાભ થશે! હરિફો હાંફી જશે

Mon, 28 Oct 2024-11:37 am,

જ્યોતિષમાં શનિદેવને કર્મફળના દાતા અને સૌથી ક્રૂર ગ્રહમાંથી એક ગણવામાં આવે છે.શનિદેવ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આવામાં શનિને તમામ રાશિઓનું ચક્ર પૂરું કરતા 30 વર્ષ જેવો લાંબો સમય લાગે છે. આથી તેની મહાદશા અને સાડાસાતીની અસર દરેક પર પડતી હોય છે. હાલ શનિ કુંભ રાશિમાં છે અને તેમા શશ મહાપુરુષ નામનો રાજયોગ બનેલો છે. આ રાજયોગ 2025 સુધી કેટલીક રાશિવાળા માટે ફાયદાકારક રહેશે. જાણો કઈ કઈ રાશિઓને થશે લાભ....  

શશ રાજયોગ મિથુન રાશિવાળા માટે ખુબ ફળદાયી સાબિત થઈ શકે છે. આ સમય તમે તમારા પરિવાર સાથે સારી રીતે પસાર કરશો. તમારું મન આધ્યાત્મ તરફ ઝૂકી શકે છે. ધાર્મિક આયોજનમાં રસ વધશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. કરિયરની વાત કરીએ તો આ સમય દરમિયાન નોકરીની સારી તકો મળી શકે છે. નોકરીયાતો હશો તો પ્રમોશન કે પગાર વધારો પણ મળી શકે છે. વેપારમાં સારો લાભ થવાના સંકેત છે. શેર બજારમાં રોકાણથી ધન કમાવવાની તક મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે માનસિક રીતે પણ મજબૂત બનશો. 

કુંભ રાશિવાળા માટે પણ શનિનું લગ્ન ભાવમાં હોવું શુભ સંકેત લઈને આવે છે. આ કારણે શશ રાજયોગ તમારા માટે સફળતા અને પ્રગતિનો સમય લઈને આવી શકે છે. લાંબા  સમયથી અટકેલા કામો પૂરા થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. તેનાથી તમે દરેક  કામમાં સફળ થઈ શકો છો. પરિવારમાં કોઈ વાત અંગે પરેશાની હશે તો હવે તેનો ઉકેલ આવી શકે છે. અભ્યાસ માટે વિદેશ જવાનું સપનું જોતા હશો તો તમને તક મળી શકે છે. નોકરી કરનારાઓ માટે આ સમય બોનસ અને પ્રમોશનની તક લઈને આવી શકે છે. કાર્યસ્થળ પર  તમારા કામકાજના વખાણ થશે. તમે માનસિક રીતે પણ મજબૂત થશો.   

શશ રાજયોગ કન્યા રાશિના જાતકો માટે પણ ફાયદાકારક રહેશે. તમારા દ્વારા થયેલા કામોને સફળતા મળશે. જો કોઈ પરેશાની આવતી હશે તો તમે તેમાંથી બહાર નીકળી શકશો. કરિયરમાં પ્રગતિ થશે અને કદાચ તમને કોઈ નવું પદ મળી શકે છે. પગાર વધારાની સાથે કોઈ મોટી જવાબદારી નિભાવવાની તક મળી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારતા હોવ તો આ યોગ્ય સમય છે. આ દરમિયાન તમને સીનિયરનો પૂરો સહયોગ મળશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે.   

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link