Shanidev: શનિની મહાદશામાં પણ આ 4 રાશિવાળા રાજા જેવું સુખ ભોગવે છે, ધન-સંપત્તિ વધતા જ રહે! 19 વર્ષ રહે છે અસર
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે છે. જે ગ્રહોમાં સૌથી ધીમી મહાદશા છે. આવામાં જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિની મહાદશા રહેવાથી જાતકોની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. આ સાથે નોકરીમાં પરેશાની, માનસિક શારીરિક સમસ્યા, ખરાબ આર્થિક સ્થિતિ, કોર્ટ કચેરીના મામલાથી લઈને શત્રુઓથી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ દુર્ઘટના થવાનો અંદેશો હંમેશા રહેતો હોય છે. જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. શનિની મહાદશાની અસર 12 રાશિઓના જીવનમાં અલગ અલગ હોય છે. આવામાં અમે તમને કેટલીક રાશિઓ વિશે જણાવીશું. જ્યાં જો શનિની મહાદશા ચાલતી પણ હશે તો ઘણા લાભ મળવાના યોગ બને છે.
કન્યા રાશિના જાતકો માટે શનિ પંચમ ભાવ અને ષષ્ઠ ભાવના સ્વામી છે. જે જાતકોની કુંડળીમાં શનિ કન્યા રાશિમાં હોય છે તો તે ખુબ શુભ ગણાય છે. આવામાં શનિદેવની કૃપાથી આ રાશિના જાતકો વધુ શક્તિશાળી અને ધનવાન બને છે. ઓછું બોલે પરંતુ પોતાની લેખન ક્ષમતાથી દરેકની બોલતી બંધ કરી શકે છે. આ સાથે જ શનિની મહાદશા હોય તો પણ યશની સાથે ખુબ લાભ મળી શકે છે.
શનિ ચતુર્થ અને પંચમ ભાવના સ્વામી થઈને યોગકારક ગ્રહ છે. તુલા રાશિમાં શનિ ખુબ સારું ફળ આપે છે. આવી વ્યક્તિ સ્વાભિમાની હોવાની સાથે સાથે મહત્વકાંક્ષી હોય છે. આ લોકો સ્વતંત્ર વિચારોના હોય છે. આ સાથે જ આર્થિક સ્થિતિ ઘણી સારી હોય છે. માનસિક સ્થિતિ પણ સારી રહે છે.
આ રાશિમાં શનિ મહારાજ બીજા અને ત્રીજા ભાવના સ્વામી છે. આવામાં આ રાશિના જાતકો ખુબ જ પરિશ્રમી હોવાની સાથે સાથે સારા વિચારોના હોય છે. આવામાં જો શનિની મહાદશા ચાલુ હોય તો સુખ અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. શિક્ષાના ક્ષેત્રમાં પણ સારું કરે છે.
આ રાશિમાં શનિ બારમાં ભાવમાં હોય છે. આવામાં આ રાશિના જાતકો ગંભીર સ્વભાવના હોય છે. તેઓ થોડા મહત્વકાંક્ષી હોવાની સાથે સાથે થોડા ઈર્ષાળું પણ હોય છે. આ રાશિમાં શનિ હોવાથી વ્યક્તિ પ્રતિષ્ઠિત હોય છે. આ સાથે આર્થિક સ્થિતિ પણ સારી રહે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.