શનિ-ગુરૂની ડબલ ચાલ, આ ત્રણ જાતકોને થશે બમ્પર લાભ
કર્મોના ફળદાતા શનિ અને દેવોના ગુરૂ બૃહસ્પતિની ચાલ જલ્દી બદલાવાની છે. શનિ અને ગુરૂની સ્થિતિ શુભ થવાથી વ્યક્તિને લાભ થાય છે. જલ્દી ગુરૂ પોતાના મિત્ર ગ્રહ ચંદ્ર સૂર્ય અને મંગળના નક્ષત્રમાં પ્રવેશ કરશે. મૃગશીર્ષા, રોહિણી અને કૃતિકા નક્ષત્રમાં ગુરૂનો પ્રવેશ થશે. રાહુના નક્ષત્ર શતભિષામાં શનિ દેવ 6 એપ્રિલ સુધી બિરાજમાન રહેશે. ત્યારબાદ ગુરૂના નક્ષત્ર પૂર્વાભાદ્રમાં શનિ દેવની એન્ટ્રી થશે. ગુરૂ અને શનિની ડબલ ચાલ કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. જાણો બંને ગ્રહોની ચાલ કયાં જાતકો માટે શુભ રહેશે.
શનિ અને ગુરૂની ડબલ ચાલથી સિંહ રાશિના જાતકોને લાભ મળશે. તમારા અટવાયેલા કામ થશે. કરિયરમાં પ્રમોશન સાથે ઘણા જરૂરી ટાસ્ક મળી શકે છે, જેને તમે સારી રીતે પૂર્ણ કરશો. સમૃદ્ધિનું આગમન થશે. કામને લઈને વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળશે.
ધન રાશિના જાતકો માટે શનિ અને ગુરૂની ડબલ ચાલ ખુબ લાભદાયક સાબિત થઈ શકે છે. વેપાર ક્ષેત્રમાં તમને વિદેશથી ડીલ મળી શકે છે. લાઇફ પાર્ટનર સાથે ચાલી રહેલી મુશ્કેલી ધીમે-ધીમે સમાપ્ત થઈ જશે. ગુરૂ, શનિના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે.
શનિ અને ગુરૂની ડબલ ચાલ મિથુન રાશિના જાતકો માટે ફાયદાકારક માનવામાં આવી રહી છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ખર્ચ વધી શકે છે. તેથી બજેટનું ધ્યાન રાખો. આ દરમિયાન નવા કાર્યની શરૂઆત શુભ રહેશે. લગ્ન જીવન મધુર રહેશે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.