Shani Jayanti 2023: શનિ જયંતિ પર કરો આ ઉપાય, સાડાસાતી અને પનોતીથી મળશે મુક્તિ
શનિ જયંતિ હિંદુ કેલેન્ડરના જેઠ મહિનાના નવા ચંદ્રના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 19મી મે છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો તમે શનિ જયંતિના દિવસે કેટલાક ઉપાય કરશો તો તમને શનિના પ્રકોપથી મુક્તિ મળશે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે...
જો તમે શનિની સાડાસાતીથી પીડિત છો તો શનિ જયંતિના દિવસે સાંજે ઘરની પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવો. ત્યારબાદ ઉં શં અભયહસ્તાય નમઃ મંત્રનો જાપ કરો. ત્યારબાદ કાળા તલ અને સરસવના તેલનું દાન કરો.
જો તને શનિની પનોતીથી પીડિત છો તો શનિ જયંતિના દિવસે 11 માળા 'ઉં શં શનૈશ્વરાય નમઃ' મંત્રનો જાપ કરો. ત્યારબાદ શની ચાલીસા અને શનિદેવની આરતી કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને પોતાના પ્રકોપથી મુક્તિ આપશે.
જો તમે શનિની સાડાસાતી કે પનોતીથી પીડિત છો તો શનિ જયંતિના દિવસે શનિ મંદિર જઈને શનિ દેવની ઉપાસના કરો. ત્યારબાદ કાળા અળદ તથા કાળા તલનું દાન કરો. આમ કરવાથી શનિની સાડાસાતી અને પનોતીથી રાહત મળે છે.
જો તમારો જન્મ શનિવારના દિવસે થયો છે તો શનિ જયંતિના દિવસે જરૂરીયાત મંદને ભોજન કરાવો અને તેને જરૂરીયાતની વસ્તુ તથા વસ્ત્રોનું દાન કરો.
શનિ જયંતિના દિવસે પલાળેલા કાળા ચણા, કાચો કોલસો અને લોખંડનું એક પાન કપડામાં બાંધીને નદીમાં વહાવી દો. આમ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે.
શનિ જયંતિના દિવસે ગાયને લીલો ચારો ખવળાવો અને તેની સેવા કરો. સાથે ગાયને પગે લાગી તેના આશીર્વાદ પ્રાપ્ત કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સાધક પર કૃપા કરે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)