30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ, માર્ચ 2025 સુધી આ જાતકોને જલ્સા, રાજા સમાન જીવશે જીવન
શનિ સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે. શનિનું ગોચર આશરે અઢી વર્ષમાં થાય છે. આ રિીતે શનિને એક રાશિચક્ર પુરૂ કરવામાં આશરે 30 વર્ષનો સમય લાગે છે. આ સમયે શનિ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. શનિના કુંભ રાશિમાં હોવાથી કેટલાક જાતકો પર શનિની પનોતી અને સાડાસાતીનો પ્રભાવ છે. શનિ કુંભમાં 2025 સુધી બિરાજમાન રહેશે અને કેટલાક જાતકોનું કલ્યાણ કરશે. શનિના કુંભ ગોચરથી કેટલાક જાતકોને સૌભાગ્ય પ્રાપ્ત થશે અને જીવનમાં સુખ-સુવિધામાં વધારો થશે. જાણો કુંભના ગોચરથી કયાં જાતકોને લાભ થશે.
શનિનું કુંભ ગોચર વૃષભ રાશિના જાતકો માટે શુભ રહેવાનું છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિનું કુંભ ગોચર તમને ભાગ્યનો સાથ આપશે. નોકરી કરનાર જાતકોને સારા પ્રસ્તાવ મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. વેપારીઓને બમણો નફો થવાની સંભાવના છે.
શનિના કુંભ રાશિમાં હોવાથી સિંહ રાશિના જાતકોને જબરદસ્ત લાભ થશે. શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભાગીદારીમાં કામ કરવાથી લાભ મળશે. માર્ચ 2025 સુધી તમને ધનલાભની ઘણી તક મળશે. સુખ-સુવિધામાં વધારો થશે.
શનિનું કુંભ રાશિમાં ગોચર તુલા રાશિના જાતકો માટે અત્યંત લાભદાયક રહેવાનું છે. શનિના ગોચરથી તમને માર્ચ 2029 સુધી કોઈ મોટી ખુશખબર મળી શકે છે. જમીન, ઘર કે વાહન ખરીદી શકો છો. કરિયર અને આર્થિક મોર્ચા પર તમે સારૂ પ્રદર્શન કરશો. પરિવારનો સહયોગ પણ તમને મળશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.