ધનતેરસ પહેલા આ 3 રાશિના જાતકો પર થશે ધનની વર્ષા! શનિદેવની અમી દ્રષ્ટિ બંપર આકસ્મિક લાભ કરાવશે
સનાતન ધર્મમાં લોકો માટે ધનતેરસનું ખાસ મહત્વ હોય છે. જે આ વખતે 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરજીની પૂજા થાય છે. જો કે આ વર્ષે ધનતેરસ પહેલા કેટલીક રાશિના જાતકો પર કર્મફળના દાતા શનિદેવ મહેરબાન થશે. આવામાં તેમને ધનતેરસ પહેલા જ અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વાત જાણે એમ છે કે ધનતેરસ બાદ શનિદેવ માર્ગી થશે જેની નકારાત્મક અસર કેટલીક રાશિઓ પર જોવા મળી શકે છે.
વૈદિક પંચાંગ મુજબ હાલમાં શનિદેવ કુંભ રાશિમાં ઉલ્ટી ચાલ એટલે કે વર્કી અવસ્થામાં છે. 15 નવેમ્બર 2024 સુધી શનિદેવ આ અવસ્થામાં રહેશે. 15 નવેમ્બરના રોજ શનિદેવ કુંભમાં જ માર્ગી એટલે કે સીધી ચાલ ચલશે. શનિની સીધી ચાલ કેટલીક રાશિઓ માટે શુભ તો કેટલીક રાશિઓ માટે અશુભ ફળ લાવી શકે છે.
વક્રી ચાલમાં શનિદેવ મેષ રાશિવાળાને ફાયદો કરાવશે. 29 ઓક્ટોબર સુધી તેમના પર મહેરબાન રહેશે. આવામાં તેમના અટકેલા કામ પૂરા થશે. યુવાઓને કરિયરમાં અપેક્ષિત સફળતા મળવાની શક્યતા છે. આ ઉપરાંત પર્સનલ લાઈફમાં પણ શાંતિ રહેશે. નવી ડીલ સફળતાપૂર્વક પૂરી થવાના કારણે બિઝનેસનો વિસ્તાર થવાની શક્યતા છે. સ્વાસ્થ્યની રીતે પણ મેષ રાશિવાળા માટે સમય યોગ્ય છે, જૂની બીમારીના દર્દથી છૂટકારો મળી શકે છે.
શનિદેવની મહેરબાનીથી કન્યા રાશિવાળાને વેપારમાં પ્રગતિ થશે. દુકાનદારોને નવા ઓર્ડર મળશે જેનાથી નફો વધવાની શક્યતા છે. ભાઈ બહેન વચ્ચે લાંબા સમયથી વાતચીત બંધ હશે તો મતભેદ દૂર થવાની શક્યતા છે. નોકરી કે વેપારમાં ખુબ પ્રગતિ થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી પણ કન્યા રાશિવાળા માટે આ સમય શુભ છે. મકાનની ખરીદીનું સપનું પૂરું થઈ શકે છે.
શનિની સીધી ચાલ પહેલા કુંભ રાશિવાળાના જીવન ઉપર પણ સકારાત્મક પ્રભાવ પડી શકે છે. ભાગ્યનો સાથ મળવાથી અટકેલા કામો જલદી પૂરા થઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો નોકરીયાતોને સાથ મળશે. જેનાથી તેઓ સમયસાર કામ પૂરા કરી શકશે. શનિદેવની વિશેષ કૃપાથી યુવાઓને કરિયરમાં વિશેષ લાભ થશે. વેપારીઓને બિઝનેસના વિસ્તાર સંબંધિત યોજનાઓ સફળ થશે. જેના કારણે સારો એવો નફો થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.