દીવાળીથી આ 5 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, ભાગ્ય જબરદસ્ત પલટી મારશે, બોસના પણ બોસ બની જશો!

Wed, 23 Oct 2024-10:41 am,

નવેમ્બરના પહેલા સપ્તાહથી જ આ લોકોને લાભ મળવાનો શરૂ થઈ જશે. સૌથી પહેલા શુક્ર ગોચર કરીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. પછી 15 નવેમ્બરના રોજ શનિ પોતાની જ રાશિ કુંભમાં માર્ગી થશે. આ ઉપરાંત બીજા દિવસે 16 નવેમ્બરે સૂર્ય ગોચર કરીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે તથા 16 ડિસેમ્બર સુધી ત્યાં રહેશે. પછી 26 નવેમ્બરે બુધ ગોચર કરશે. આ બધા ફેરફાર કેટલીક રાશિના જાતકો માટે ખુબ શુભ રહેશે જે તેમને આગામી લગભગ 2 મહિના સુધી લાભ કરાવશે. 

વૃષભ રાશિવાળા માટે આગામી 2 મહિના ખુબ સારા રહેશે. ભરપૂર પૈસા આવવાથી તમને રાહત મહેસૂસ થશે. નવી નોકરી મળી શકે છે. વેપાર સારો રહેશે. તમે તમારા લક્ષ્યાંકો સરળતાથી મેળવી રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે. સમસ્યાઓ દૂર થશે. 

કર્ક રાશિવાળાને આ સમય ખુશીઓથી ભરપૂર રહેશે. પૈસા આવશે. પ્રગતિ થશે. અટવાયેલા કામ પૂરા થશે. તમે આ બધી અચિવમેન્ટ્સને પરિવાર સાથે મળીને સેબિબ્રેટ કરશો. 

તુલા રાશિના જાતકોને આ સમય ભરપૂર લાભ કરાવશે. ઈન્ટરવ્યુમાં સફળતા મળશે. જોબ બદલવાનું સપનું પૂરું થશે. અનેક સારી  તકો મળશે. સિંગલ જાતકોને પાર્ટનર મળશે. 

વૃશ્ચિક રાશિના જાતકો પણ આ સમય દરમિયાન ભરપૂર કમાણી કરશે. ભાગ્યનો સાથ મળશે. તમામ તહેવારો ખુશીઓથી મનાવશો. બહાર મુસાફરી પર જઈ શકો છો. વેપારી જાતકો નવી ઊંચાઈઓ સ્પર્શશે. 

કુંભ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે. કરિયરમાં જે પ્રકારના ફેરફારનો ઈન્તેજાર હતો તે થવા લાગશે. તમે મજબૂત નિર્ણય લેશો. પ્રગતિ કરશો. સફળતાનો નવો દોર શરૂ થશે. નવો વેપાર શરૂ કરવાની ઈચ્છા પૂરી થશે. 

 (Disclaimer:  અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link