Shanidev: શનિની ચાલમાં ફેરફાર રાજા જેવું સુખ આપશે, આગામી 3 મહિનામાં લખપતિ બનશે આ 3 રાશિવાળા!
Shani Nakshatra Parivartan Horoscope: શનિદેવ હાલ પોતાની જ રાશિ કુંભમાં બિરાજમાન છે. જ્યોતિષાચાર્ય મુજબ શનિદેવે વર્ષ 2023ના ઓક્ટોબરમાં જ રાશિ પરિવર્તન કર્યું હતું. હવે તેમનું આગામી રાશિ પરિવર્તન વર્ષ 2025માં થશે. પરંતુ શનિદેવ આ વર્ષે નક્ષત્ર પરિવર્તન જરૂર કરશે. અત્રે જણાવવાનું કે વર્તમાન સમયમાં શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના દ્વિતીય પદમાં બેઠેલા છે. પરંતુ 18 ઓગસ્ટના રોજ વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચલીને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં જ પ્રથમ પદમાં પ્રવેશ કરશે. ત્યારબાદ શનિ 3 ઓક્ટોબરના રોજ સંપૂર્ણ રીતે પૂર્વ ભાદ્રપદમાંથી નીકળીને શતભિષા નક્ષત્રના ચતુર્થ પદમાં ગોચર કરશે. એટલે કે લગભગ 3 મહિના સુધી કેટલીક રાશિના લોકોને રાજા જેવું જીવન જીવવાની તક મળશે. આવનારા સમયમાં કેટલાક રાશિવાળા લખપતિ બની શકે છે. આ સાથે જ તેમને અપાર ધનની પ્રાપ્તિ પણ થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના દ્વિતિય પદમાં રહેતા વૃશ્ચિક રાશિવાળા લોકોને લાભ જ લાભ કરાવશે. વૃશ્ચિક રાશિવાળા લોકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ખુબ જ ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તમારા અટકેલા કામો પૂરા થશે. ધન સંપત્તિમાં વધારો થશે. માતાજીના સ્વાસ્થ્યમાં સુધારો થશે. વેપાર કરનારાઓને સારા સમાચાર મળી શકે છે.
જ્યોતિષીઓ મુજબ કન્યા રાશિવાળા લોકો માટે શનિનું પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર ખુબ જ શુભ ગણવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તમને તમામ કાર્યોમાં સફળતા મળશે. જે લોકો બિઝનેસ કરે છે તેમને સારા સમાચાર મળી શકે છે. કારોબાર મામલે ક્યાંક લાંબા ગાળાનો પ્રવાસ કરવો પડી શકે છે. આર્થિક પક્ષ મજબૂત થશે. સ્વાસ્થ્ય સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે.
કુંભ રાશિવાળા માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ખુબ અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. શનિના નક્ષત્ર પરિવર્તનથી ઘર પરિવારની સાથે પૂર્વજોની કૃપા પણ રહેશે. શનિદેવ મહારાજની કૃપાથી વેપારમાં ડબલ ફાયદો થઈ શકે છે. આ સાથે જ સમાજમાં માન સન્માનની સાથે પદ પ્રતિષ્ઠામાં પણ ચાર ચાંદ લાગી શકે છે. બિઝનેસમાં તમને ધનલાભ થશે. આર્થિક તંગીની સમસ્યાઓ ધીરે ધીરે દૂર થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.