પ્રથમ નોરતે શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, આકસ્મિક ધનલાભથી સુખ-સમૃદ્ધિ વધશે!
વૈદિક જ્યોતિષમુજબ ગ્રહો સમયાંતરે રાશિ સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડતો હોય છે. શનિદેવ 3 ઓક્ટોબરના રોજ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેના પર રાહુ દેવનું આધિપત્ય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ અને શનિદેવમાં મિત્રતાનો ભાવ છે. આવામાં રાહુના નક્ષત્રમાં શનિદેવનું ગોચર કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. આ સાથે જ આ રાશિઓની ધન સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. આ લકી રાશિઓ કઈ કઈ છે તે ખાસ જાણો.
કુંભ રાશિવાળા માટે શનિ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી લગ્ન ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કરિયરમાં અપેક્ષિત સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રે માન સન્માન વધશે. નવા વિચારોથી વેપારમાં સફળતા મળશે. આ સાથે જ પરિણીત લોકોનું લગ્નજીવન શાનદાર રહેશે. બેરોજગારોને નોકરીની નવી તકો મળશે. પાર્ટનરશીપના કામકાજમાં ફાયદો થશે.
શનિદેવનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિવાળા માટે શુભદાયી રહેશે. કારણ કે શનિદેવ તમારી રાશિથી કર્મભાવ પર ગોચર કરી રહ્યા છે. આ સમય દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. કારોબારમાં તમારી કોઈ મોટી ડીલ થવાથી તમને બિઝનેસમાં આગળ વધવામાં મદદ મળશે. કોઈ મોટો રોકાણકાર પણ મળી શકે છે. જોબની શોધમાં હશે તેમને નોકરી મળી શકે છે. નોકરીયાતોને પદોન્નતિ થઈ શકે છે.
મિથુન રાશિવાળા માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી નવમ ભાવ પર ગોચર કરી રહ્યા છે. આથી આ દરમિાયન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. વેપારમાં નવા ઓર્ડર મળશે. સતત લાભ થઈ શકે છે. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. જે શુભ સાબિત થશે. આર્થિક મામલાઓમાં તમને અપેક્ષા કરતા વધુ લાભ થશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. સંસાધનોમાં પણ વધારો થવાની સંભાવના રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)