3 દિવસ બાદ શનિની ચાલમાં મોટો ફેરફાર, નવા વર્ષમાં આ 3 રાશિવાળા બનશે રંકમાંથી રાજા, ચારેબાજુથી સફળતા મલશે, બંપર લાભ થશે!
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી પ્રભાવશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે. શનિ સૌથી ધીમી ગતિથી ચાલે છે. તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આવામાં શનિને આખુ રાશિ ચક્ર પૂરું કરવામાં 30 વર્ષનો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે શનિ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. હાલ શનિ રાહુના નક્ષત્ર શતભિષામાં બિરાજમાન છે. પરંતુ 27 ડિસેમ્બરે રાતે 10.42 કલાકે તે રાહુના નક્ષત્રમાં નીકળીને ગુરુ બૃહસ્પતિના નક્ષત્ર પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આવામાં ગુરુના નક્ષત્રમાં આવવાથી 12માંથી 3 રાશિવાળાને નવા વર્ષમાં ખુબ ફાયદો થઈ શકે છે. જાણો લકી રાશિઓ વિશે....
શનિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવો એ વૃષભ રાશિના જાતકો માટે ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. ગુરુ આ રાશિના લગ્ન ભાવમાં બિરાજમાન છે. આવામાં શનિના ગુરુના નક્ષત્રમાં જવાથી આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ખુબ ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પાર પડવાની શરૂઆત થઈ શકે છે. કાર્યક્ષેત્રે તમારા ખુબ વખાણ થઈ શકે છે. જેના પગલે પગાર વધારો થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. પરિવારમાં ચાલતી સમસ્યાઓનો અંત આવી શકે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
કન્યા રાશિના જાતકો માટે શનિનું પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવું શુભ સાબિત થઈ શકે છે. ગુરુની કૃપાથી સમાજમાં માન સન્માનમાં વધારો જોવા મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને ખુબ લાભ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. તમારા કામને જોતા ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થઈ શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં ખુબ લાભ મળવાના યોગ છે. લવ લાઈફ સારી રહેશે. દાંપત્ય જીવનમાં ચાલતી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
કુંભ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. શનિની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ખુબ ધનલાભ થઈ શકે છે. શારીરિક સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે. પરિવાર સાથે સારો સમય વીતી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહી શકે છે. ધનલાભની સાથે સાથે બચત કરવામાં પણ સફળ રહી શકો છો. જીવનમાં ખુશીઓનું આગમાન થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.