ગજબના ભાગ્યશાળી છે આ 3 રાશિવાળા, શનિ-રાહુ ભેગા થઈને પણ કશું ઉખાડી નહીં શકે, ઉલ્ટું બંપર ધનલાભ કરાવી માલામાલ કરશે!
)
જ્યોતિષીના જણાવ્યાં મુજબ વૈદિક પંચાંગ અનુસાર 29 માર્ચ 2025ના રોજ શનિ મીન રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં પહેલેથી જ રાહુ બિરાજમાન હશે જ્યાં શનિ અને રાહુની યુતિ થશે. શનિ અને રાહુની યુતિ પિશાચ યોગનું નિર્માણ કરે છે. જો કે પિશાચ યોગ આમ તો ખુબ જ ખતરનાક હોય છે. પરંતુ કેટલીક રાશિઓ માટે શુભ પણ રહી શકે છે. શનિ અને રાહુની આ યુતિ જે રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ પાડી શકે છે તે લકી રાશિઓ વિશે ખાસ જાણો.
)
જ્યોતિષ ગણતરીઓ મુજબ વૃષભ રાશિ પર શનિ અને રાહુની યુતિથી સકારાત્મક પ્રભાવ પડશે. તમામ પ્રકારના કષ્ટો સમાપ્ત થવાના સંકેત છે. અધૂરા કાર્યો પૂરા થશે. શત્રુઓ તમારી સામે પરાસ્ત થતા જોવા મળશે. વૃષભ રાશિને ધન સંપત્તિ કરિયરમાં ઉન્નતિની તકો મળી શકે છે. આ સમય દરમિયાન રોકાણ કરવાની શરૂઆત માટે પણ સારો સાબિત થઈ શકે છે.
)
શનિ અને રાહુની યુતિથી ધનુ રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે, જેનાથી વ્યક્તિગત જીવન સકારાત્મક રહેશે. વેપારમાં અચાનક ઉન્નતિ થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. જેના કારણે દરેક અધૂરા કાર્યોમાં પ્રગતિ થશે. કરિયરની રીતે સમય ખુબ અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે.
શનિ અને રાહુની યુતિ કુંભ રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ પાડશે. જેટલી મહેનત કરશો એટલું સારું પરિણામ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. નોકરીયાતોને પગાર વધારા અને પ્રમોશનના યોગ છે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માંગે છે તેમના માટે મુસાફરીનો યોગ બની રહ્યો છે. માનસિક શાંતિ રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વેપારની શરૂઆત કરવા માટે સમય બિલકુલ અનુકૂળ રહેશે. સંતાન પક્ષથી શુભ સમાચાર મળી શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.