30 વર્ષ બાદ શનિ-રાહુ બનાવશે મહાવિનાશકારી યોગ, 2025માં આ 3 રાશિવાળા સાચવજો, જીવન ખેદાન-મેદાન થઈ જશે!
કર્મફળના દાતા શનિની નવગ્રહોમાં મહત્વપૂર્ણ ગ્રહોમાં ગણતરી થાય છે. તેઓ જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે આવામાં એ જ રાશિમાં ફરીથી તેમને આવવામાં લગભગ 30 વર્ષ જેટલો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2025માં માર્ચ મહિનામાં શનિ મીન રાશિમાં ગોચર કરશે. જ્યાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. આવામાં મીન રાશિમાં રાહુ અને શનિની યુતિ થઈ રહી છે. જેનાથી મહાવિનાશકારી પિશાચ યોગ બનશે. આ યોગ ખુબ ખતરનાક યોગ ગણાય છે. આવામાં વર્ષ 2025માં કેટલીક રાશિના જાતકોના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે. જાણો શનિ અને રાહુની યુતિથી બનવા જનાર પિશાચ યોગ કઈ રાશિઓ માટે ખતરનાક બની શકે છે. વૈદિક પંચાંગ મુજબ શનિ ગ્રહ 29 માર્ચ 2025ના રોજ રાતે 22.07 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ રાહુ ગ્રહ બિરાજમાન છે. આવામાં પિશાચ યોગ રાહુના રાશિ પરિવર્તન કરવાથી સમાપ્ત થઈ જશે.
મીન રાશિના લગ્ન ભાવમાં રાહુ અને શનિની યુતિ થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોના જીવનમાં થોડી ઉથલ પાથલ મચી શકે છે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. કોઈ મોટી બીમારી થવાનો સંકેત પણ મળી શકે છે. શારિરિક સાથે સાથે માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. નોકરી અને બિઝનેસમાં પણ થોડા સતર્ક રહેવાની જરૂર છે. તમારો એક નિર્ણય તમારા જીવનને તહેસ નહેસ કરી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓ સાથે કોઈ વાતને લઈને દલીલ થઈ શકે છે. આથી થોડા સાવધાન રહેવાની જરૂર છે. લગ્નજીવનમાં કોઈ પ્રકારની સમસ્યા આવી શકે છે.
રાહુ અને શનિની યુતિથી બનનાર પિશાચ યોગ કન્યા રાશઇના સપ્તમ ભાવમાં બનવા જઈ રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોએ થોડા સંભાળીને રહેવાની જરૂર છે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા બચો. ધૈર્યથી કામ લો તો જ સફળતા મળી શકે છે. વૈવાહિક જીવનમાં પણ અનેક મુશ્કેલીઓ આવી શકે છે. પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. ગૃહસ્થ જીવનમાં સુખોની કમી આવી શકે છે. પાર્ટનરશીપમાં કરાયેલા ધંધામાં પણ હાનિ થવાના યોગ બની રહ્યા છે.
મકર રાશિમાં પિશાચ યોગ ત્રીજા ભાવમાં બનશે. આવામાં આ રાશિના જાતકોએ થોડા સંભાળીને રહેવાની જરૂર છે. ભાઈ બહેનના સુખમાં કમી આવી શકે છે. તમારા દ્વારા કરાયેલા કામ, લગન અને પરિશ્રમનું ફળ તમને ન પણ મળે. આવામાં તમને માનસિક તણાવનો સામનો કરી શકો છો. મિત્રો, પરિવાર કે પાડોશીઓ સાથે કોઈને કોઈ વાતને લઈને વાદ વિવાદ થઈ શકે છે. આથી થોડા સતર્ક રહેવાની જરૂર છે. સ્વાસ્થ્યને લઈને થોડા સજાગ રહો. દમ જેવી શ્વાસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. મુસાફરી કરતી વખતે થોડી સાવધાની રાખવાની જરૂર છે. રાહુ તમારી અંદર ભ્રમ પેદા કરી શકે છે. આથી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા બરાબર સમજી લો અને વિચારી લો.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.