30 વર્ષ બાદ નજીક આવશ શુક્ર અને શનિ, આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય જાગી જશે, પ્રગતિ સાથે ધનલાભનો યોગ
દૈત્યોના ગુરૂ શુક્ર દર 26 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. શુક્રના રાશિ પરિવર્તનની અસર દરેક જાતકોના જીવનમાં જરૂર પડે છે. શુક્રને ધન-વૈભવ, સુખ-સમૃદ્ધિ, માન-સન્માન, આકર્ષણ, પ્રેમનો કારક માનવામાં આવે છે. તેથી શુક્રના રાશિ પરિવર્તન કરવાથી કરિયર, બિઝનેસ, શિક્ષણ, લવ લાઇફ, દાંપત્ય જીવનની સાથે આર્થિક સ્થિતિમાં પણ અસર જોવા મળે છે. તેવામાં જો શુક્રની કોઈ ગ્રહ સાથે યુતિ થાય તો તેની અસર ડબલ જોવા મળે છે. મહત્વનું છે કે શુક્ર ડિસેમ્બરના અંતમાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી શનિ બિરાજમાન છે. તેવામાં શુક્ર અને શનિની યુતિ કુંભ રાશિમાં થઈ રહી છે. આ બંને શક્તિશાળી ગ્રહોની યુતિ થવાથી ઘણા જાતકોને લાભ મળશે તો કેટલાક લોકોની મુશ્કેલી વધી શકે છે. આવો જાણીએ શુક્ર અને શનિના નજીક આવવાથી કયાં જાતકોનું ચમકી શકે છે ભાગ્ય...
દૃક પંચાગ અનુસાર શુક્ર દેવ 28 ડિસેમ્બરે રાત્રે 11 કલાક 48 મિનિટ પર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી શનિ બિરાજમાન છે. તેવામાં શનિ અને શુક્રની યુતિ કુંભ રાશિમાં 30 વર્ષ બાદ થઈ રહી છે.
આ રાશિના જાતકો માટે શુક્ર અને શનિની યુતિ ખુબ લાભદાયક રહેશે. આ રાશિમાં બંને ગ્રહોની યુતિ અગિયારમાં ભાવમાં થઈ રહી છે. તેવામાં આ જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે. તો મનપસંદ નોકરી પણ મળી શકે છે. કામમાં તમને ખુબ લાભ મળી શકે છે. સફળતા મળવાની તક વધારે છે. વેપારમાં પણ લાભ મળશે. એકથી વધુ બિઝનેસ કરવાની તક મળી શકે છે. તેનાથી તમને નફો થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. લાંબા સમયથી તમારા મનમાં રહેલી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. આ સાથે ભવિષ્ય માટે તમે બચત કરવામાં સફળ થશો.
આ રાશિના દસમાં ભાવમાં શુક્ર અને શનિ ગ્રહની યુતિ થવાની છે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થવાની સાથે માન-સન્માનમાં વધારો થશે. અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે. કામના સ્થળે પણ તમારા કામની પ્રશંસા થશે. તમે શાનદાર પ્રદર્શન કરી બધાને પસંદ આવી શકો છો. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે. આ સાથે મિત્રો કે પરિવાર સાથે યાત્રાએ જઈ શકો છો. આ તમારા જીવનની શાનદાર ક્ષણ હોઈ શકે છે. લવ લાઇફ સારી રહેશે. આ સાથે લગ્ન જીવનમાં ખુશીઓ રહેશે. સ્વાસ્થ્ય સારૂ રહેવાની છે. બદલાતી સીઝનમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે.
કર્ક રાશિના જાતકો માટે શુક્ર-શનિની યુતિ ખુબ લાભદાયક સાબિત થવાની છે. આ રાશિમાં બંને ગ્રહોની યુતિ આઠમાં ભાવમાં થઈ રહી છે. તેવામાં નોકરીમાં નવી તક મળી શકે છે. બેરોજગારોને પણ રોજગાર મળવાની સંભાવના છે. સમાજમાં માન-સન્માન વધશે. વેપારના ક્ષેત્રમાં ખુબ લાભ થઈ શકે છે. પરંતુ નાણા વાપરવામાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.