Shani Vakri 2024: 139 દિવસ સુધી વક્રી શનિ આ રાશિઓને કરશે પરેશાન, જાણો કઈ બાબતોમાં રાખવું વધારે ધ્યાન
આ રાશિના જાતકોને વક્રી શનિ નકારાત્મક ફળ આપશે. આ સમય દરમિયાન ધીરજથી કામ લેવું નહીં તો નુકસાન થશે. શત્રુ નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરશે. વેપારી વર્ગને ધનહાનિ થઈ શકે છે. જીવનમાં પડકારનો સામનો કરવો પડી શકે છે.
મિથુન રાશિના લોકોના જીવનમાં પણ ઘણા બધા ફેરફાર થશે. આ સમય દરમિયાન આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે. આ સમય દરમિયાન ખર્ચ પર કાબુ રાખો અને બચત પર ફોકસ કરો.
પોતાના લક્ષ્ય પર ફોકસ કરો અને કારકિર્દીમાં સમસ્યા ન આવે તે માટે સતત પ્રયત્ન કરતા રહો. નોકરી બદલવાનો વિચાર પણ હમણાં કરવો નહીં. બિઝનેસ કરતા લોકોને પ્લાનિંગ સાથે આગળ વધવું. આર્થિક બાબતોમાં રિસ્ક ન લેવું.
પ્રોફેશનલ લાઇફ માટે આ સમય સારો નથી. મનમાં એકાગ્રતા નહીં જળવાય. અંગત જીવનમાં પણ સમસ્યાઓ વધી શકે છે.
કુંભ રાશિ માટે પણ વક્રી શનિ સમસ્યાનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન પ્રગતિ અટકી શકે છે અને સ્વાસ્થ્ય સમસ્યા પણ વધી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.