શનિની ઉલ્ટી ચાલ આ 3 રાશિના જાતકોને કરાવશે મહાલાભ, 2 મહિના સુધી બંપર ધનલાભ થશે, બગડેલા કામ પાર પડશે!
વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ વ્યક્તિને કર્મોના આધારે સારા ખરાબ ફળ આપે છે. શનિની કૃપાથી વ્યક્તિ જીવનની દરેક બાધાને પાર કરીને ખુબ પ્રગતિ કરે છે. શનિદેવની અશુભ દ્રષ્ટિ રાજામાંથી રંક બનાવી શકે છે. વૈદિક પંચાંગ મુજબ ન્યાયના દેવતા શનિ 30 જૂનના રોજ સવારે 12.35 વાગે કુંભ રાશિમાં વક્રી થયા અને હવે 5 મહિના સુધી તેઓ વક્રી અવસ્થામાં રહેશે. એટલે કે હાલ શનિદેવ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં છે. વક્રી એટલે કે ઉલ્ટી ચાલમાં તેઓ 15 નવેમ્બર 2024 સુધી ગોચર કરશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ શનિની ઉલ્ટી ચાલનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. કેટલીક રાશિઓ માટે કષ્ટકારી તો કેટલાક માટે તે જીવનમાં ખુશીઓ લાવનારી રહે છે. જાણો વક્રી ચાલથી કોને છે ફાયદો.
શનિની વક્રી અવસ્થા મેષ રાશિવાળા માટે લાભકારી છે. આવકમાં વધારાની નવી તકો સર્જાઈ શકે છે. ધનની આવક વધશે. પૈતૃક સંપત્તિથી ધનલાભ થશે. જૂના રોકાણોથી સારું રિટર્ન મળી શકે છે. જમીન સંપત્તિ સંલગ્ન વિવાદોનો ઉકેલ આવશે. કોર્ટ કચેરીના કેસોમાં જીત મળશે. જીવનમાં તમામ કષ્ટોથી છૂટકારો મળશે.
શનિની ઉલ્ટી ચાલથી કુંભ રાશિવાળાને પણ જબરદસ્ત ફાયદો થશે. આ દરમિયાન તમારી વ્યવસાયિક સ્થિતિ મજબૂત થશે. કરિયરમાં સફળતા મળશે. શૈક્ષણિક કાર્યોમાં મન લાગશે. માનસિક તણાવથી મુક્તિ મળશે. આવકના નવા સાધનો બનશે. સુખ સુવિધામાં જીવન પસાર થશે.
શનિની વક્રી અવસ્થા મકર રાશિવાળા માટે ખુબ જ શુભ સાબિત થશે. આ સમયગાળામાં તમારી વૈવાહિક જીવનની મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. લાંબા સમયથી અટકેલું ધન પાછું મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. વેપારીઓની સ્થિતિ મજબૂત થશે. ધનના આગમનના નવા રસ્તા ખુલશે. કરિયરમાં બાધાઓ સમાપ્ત થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.