Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ કર્મના દાતા શનિદેવ લગભગ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. આવામાં તેમના રાશિ પરિવર્તનની અસર તમારા રાશિના જાતકો પર થાય છે. શનિ સમયાંતરે પોતાની સ્થિતિમાં ફેરફાર કરતા રહે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ 29 જૂનના રોજ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં વક્રી થયા હતા અને તેઓ નવેમ્બર સુધી આ અવસ્થામાં રહેશે. શનિની વક્રી ચાલથી કેટલીક રાશિઓને લાભ થશે, જાણો કઈ રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે.
આ રાશિના 11માં ભાવમાં શનિ વક્રી થવાના છે. આવામાં આ રાશિના જાતકો માટે શનિનું ઉલ્ટી ચાલ ચલવું એ લાભકારી સિદ્ધ થઈ શકે છે. નોકરીમાં લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે. આ સાથે જ નોકરીની અનેક નવી તકો પણ મળી શકે છે. તમે તમારા ક્ષેત્રમાં ખુબ સફળતા મેળવશો. મનમાં સંતોષ રહેશે. આ સાથે જ કાર્યક્ષેત્રમાં સારો સમય વિતશે. આ સમયગાળામાં જો રોકાણ કરવાનું વિચારતા હોવ તો સારો એવો ધનલાભ થઈ શકે છે. આ ઉપરાં જે જાતકો પહેલા રોકાણ કરી ચૂક્યા છે તેમને પણ સારું રિટર્ન મળી શકે છે. વેપારની વાત કરીએ તો લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. તમારા હરીફોને કાંટાની ટક્કર આપશો.
કર્ક રાશિમાં શનિ અષ્ટમ ભાવમાં વક્રી થયા છે. આવામાં આ રાશિના જાતકોના જીવનમાં અનુકૂળ પ્રભાવ પડશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે અને અણધાર્યો બંપર ધનલાભ થવાના યોગ છે. નોકરીયાતોને પદોન્નતિ સાથે પગારમાં વધારો જોવા મળી શકે છે. વેપારમાં થોડું સમજી વિચારીને રોકાણ કરો. ત્યારબાદ જ તમે લાભ કમાઈ શકશો. કાર્યસ્થળમાં માહોલ સારો રહેશે. આ સાથે જ સ્વાસ્થ્ય અંગે થોડા સજાગ રહો.
મકર રાશિના જાતકો માટે શનિનું વક્રી ચાલવું એ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કરિયરની વાત કરીએ તો તમારી ઈચ્છા મુજબ દરેક વસ્તુ થશે. તમે જો કોઈ જગ્યાએ ટ્રાન્સફર લેવા માંગતા હોવ તો તેમાં પણ સફળતા મળી શકે છે. વેપારમાં લાભ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે જ યશ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથી સાથે સંબંધો મજબૂત થશે. પરંતુ સ્વાસ્થ્યને લઈને થોડા સજાગ રહો.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.