Shani Dev: શનિ દેવના પ્રકોપથી બચાવે છે ઘરમાં રાખેલી આ વસ્તુઓ, પનોતી ચાલતી હોય તેમણે તો ખાસ રાખવી
સનાતન ધર્મમાં શનિદેવને કર્મ ફળના દાતા અને ન્યાય કરનાર કહેવાયા છે. વ્યક્તિને શનિદેવ તેના કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. તેથી શનિના પ્રકોપથી બચવું હોય તો સારા કર્મ કરવા અને સાથે જ ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવી.
શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શની યંત્ર ઘરમાં રાખવું. શનિવારના દિવસે ઘરમાં શનિ યંત્રની સ્થાપના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. સાથે જ શનિ દોષથી મુક્તિ મળે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે શની ચાલીસાનો પાઠ અચૂક કરવો જોઈએ અને ઘરમાં શની ચાલીસાનું પુસ્તક પણ રાખવું જોઈએ.
શનિદેવ સંબંધિત સમસ્યા હોય તો વ્યક્તિએ નીલમ ધારણ કરવો જોઈએ. જોકે આ રત્ન ધારણ કરતા પહેલા જ્યોતિષ ની સલાહ લઈ લેવી..
પૌરાણિક કથા અનુસાર જે ઘરમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત હોય અને તેની નિયમિત પૂજા થતી હોય તે ઘર પર શનિદેવની ક્રુરદ્રષ્ટિ પડતી નથી.
ધાર્મિક માન્યતા અનુસાર શનિદેવે શિવજીને પોતાના ગુરુ માન્યા હતા. જે ઘરમાં શિવજીની વિધિપૂર્વક પૂજા થાય છે ત્યાં શનિ ગ્રહ સંબંધિત સમસ્યા થતી નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)