Diwali Share: આ દિવાળી પર કયા શેર પોર્ટફોલિયોમાં લગાવી શકે છે ચાર ચાંદ? 10 શેરો પર નાખો નજર

Thu, 09 Nov 2023-8:05 am,

Diwali 2023: દિવાળીનો તહેવાર થોડા જ દિવસોમાં આવી રહ્યો છે. તહેવારો દરમિયાન લોકો ઘણી ખરીદી કરે છે અને મીઠાઈની લેવડદેવડ પણ ઘણી થાય છે. દિવાળી દરમિયાન ઘણા લોકો સોના-ચાંદીમાં પણ રોકાણ કરે છે. જોકે, રોકાણકારો પણ આ સમયગાળા દરમિયાન શેરબજારમાં મોટાપાયે રોકાણ કરે છે. એવામાં, દિવાળીના અવસર પર પણ, રોકાણકારો સારા શેર્સ અને લાંબા ગાળે સારું વળતર આપી શકે તેવા શેર્સ પર દાવ લગાવવા માંગે છે.

આને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ હાઉસની રિસર્ચ ટીમ લોકોની સુવિધા માટે કેટલાક સ્ટોક્સ પણ સૂચવે છે. એવામાં, હવે HDFC સિક્યોરિટીઝ દ્વારા, દિવાળીના અવસર પર રોકાણકારોને કેટલાક શેર સૂચવવામાં આવ્યા છે, જેમાંથી લાંબા ગાળામાં સારું વળતર મેળવી શકાય છે અને તેને પોર્ટફોલિયોમાં ઉમેરીને પોર્ટફોલિયોને પણ મજબૂત બનાવી શકાય છે. ચાલો તેમના વિશે જાણીએ.

HDFC સિક્યોરિટીઝે છે સૂચવ્યા  આ 10 શેર 

1. Dr Reddy’s Laboratories, ખરીદો- 4850-5400, ટાર્ગેટ- 6250

2. Equitas Small Finance Bank, ખરીદો- 82-92, ટાર્ગેટ- 112

3. GAIL (India), ખરીદો- 106-120, ટાર્ગેટ- 140

4. Godrej Industries, ખરીદો- 555-624, ટાર્ગેટ- 735

5. Grasim Industries, ખરીદો- 1700-1925, ટાર્ગેટ- 2275

6. Gujarat Alkalies & Chemicals, ખરીદો- 638 718, ટાર્ગેટ- 875

7. Indian Oil Corporation, ખરીદો- 78-90, ટાર્ગેટ- 103

8. Kalpataru Projects International, ખરીદો- 580-660, ટાર્ગેટ- 795

9. Reliance Industries, ખરીદો- 2075-232, ટાર્ગેટ- 2695

10. United Spirits, ખરીદો- 915-1040, ટાર્ગેટ- 1195

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link