Share Market: પાંચ વર્ષમાં આ સ્ટોકે કરાવ્યું સૌથી વધુ નુકસાન, પૈસા લગાવનાર બની ગયા કંગાળ!

Thu, 21 Dec 2023-7:16 pm,

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સૌથી વધુ નુકસાન કરાવનાર 10 શેરમાંથી છ ઈન્સ્યોરન્સ સહિત ફાઈનાન્સિયલ સેક્ટરમાંથી છે. આ શેરમાં વોડાફોન ઈન્ડિયા, યસ બેન્ક, આઈઓસીએલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ અને ઈન્ડસઈન્ડ બેન્ક જેવી કંપનીઓ પાંચ સૌથી વધુ નુકસાન કરાવનારમાંથી છે. 2018-2023 સુધી વોડાફોન ઈન્ડિયાએ 1.39 લાખ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું તો. યસ બેન્ક અને આઈઓસીએલે ક્રમશઃ 58900 કરોડ અને 56600 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.   

બંધન બેન્ક, કોલ ઈન્ડિયા, ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ, જનરલ ઈન્સ્યોરન્સ અને ઈન્ડસ ટાવર્સ જેવી કંપનીઓના સ્ટોકે પણ ઈન્વેસ્ટરોનું નુકસાન કરાવ્યું છે. જો આપણે વાત પાંચ વર્ષમાં સૌથી વધુ ફાયદો કરાવનાર શેરની કરીએ તો તેમાં રિલાયન્સ સિવાય ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસ અને ભારતી  એરટેલ સામેલ છે. આ પાંચ કંપનીઓએ કુલ 27 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી છે.

નુકસાન કરાવનારી કંપનીઓમાં વોડાફોન આઈડિયાની વાત કરીએ તો પાંચ વર્ષમાં આ શરે આશરે 40 ટકા નીચે આવી ગયો છે. 28 ડિસેમ્બર 2018ના શેરની કિંમત 22.65 રૂપિયા હતી. પરંતુ ગુરૂવારે શેર 13.70 રૂપિયા પર બંધ થયો છે. શેરનું 52 સપ્તાહનું લો લેવલ 5.7 રૂપિયા છે અને હાઈ લેવલ 15.05 રૂપિયા છે. 

આ રીતે યસ બેન્કની વાત કરીએ તો 2018થી લઈને 2023 વચ્ચે શેર 88 ટકા જેટલો નીચે આવી ગયો છે. 28 ડિસેમ્બર 2018ના શેરની કિંમત 183 રૂપિયા હતી, જે 21 ડિસેમ્બર 2023ના ઘટીને 21 રૂપિયા રહી ગઈ છે. આ શેરનું 52 સપ્તાહનું ટોપ લેવલ 23 રૂપિયા અને લો લેવલ 14.40 રૂપિયા છે. 

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગના શેર પાંચ વર્ષમાં 75 ટકા નીચે આવી ગયા છે. 830 રૂપિયાથી ઘટી શેર 209 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે. શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 234.80 રૂપિયા છે. આ રીતે ઈન્ડસઈન્ડ બેન્કના શેર છેલ્લા પાંચ વર્ષમાં શેર સ્તર પર ચાલી રહ્યાં છે. 28 ડિસેમ્બર 2018ના શેર 1583 રૂપિયા પર હતો અને ગુરૂવારે તે 1570 રૂપિયાની નજીક બંધ થયો છે. 

(ડિસ્ક્લેમરઃ શેર બજારમાં કોઈ પ્રકારના રોકાણ પહેલા એક્સપર્ટ સાથે ચર્ચા જરૂર કરો. ઝી 24 કલાક કોઈ પ્રકારના રોકાણની સલાહ આપતું નથી)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link