GLAMOUR INDUSTRY થી દૂર શું કરે છે અમિતાભ બચ્ચનની પુત્રી? જાણો Big B ની લાડલી વિશેની રોચક વાતો

Fri, 19 Mar 2021-3:29 pm,

શ્વેતા બચ્ચન નંદાએ ક્યારેય ફિલ્મો કરવાનું નથી વિચાર્યુ. તેણે પોતાની કારકિર્દીમાં એક અલગ રસ્તો પસંદ કર્યો છે. શ્વેતા નંદા બચ્ચન વ્યવસાયે પત્રકાર, હોસ્ટ અને મોડેલ રહી ચૂકી છે. વર્ષ 2018માં તેણે MXS નામનું પોતાનું ફેશન લેબલ લોન્ચ કર્યુ.

વર્ષ 2018માં તે કલ્યાણ જ્વેલર્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ બની હતી. આ સિવાય તે લેખક પણ છે. તેણે વર્ષ 2018માં એક પુસ્તક લખ્યું હતું. પુસ્તકનું નામ પેરેડાઈઝ ટાવર્સ) હતું. આ પુસ્તક હાર્પરકોલિન્સ( HarperCollins) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યુ હતું.

શ્વેતા બચ્ચન નંદાનો જન્મ 17 માર્ચ, 1974માં થયો હતો. અંગત જીવનની વાત કરીએ તો શ્વેતા નંદા બચ્ચને 16 ફેબ્રુઆરી, 1997ના રોજ ઉદ્યોગપતિ નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. નિખિલ નંદા રાજ કપૂરની પુત્રી રીતુ નંદાના પુત્ર છે.

વૈવાહિક જીવનમાં શ્વેતા નંદા બચ્ચનને બે બાળકો છે. નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદા. અગસ્ત્ય તેની માતાની જેમ જ લાઈમલાઈટથી દૂર રહે છે. જ્યારે બીજી તરફ નવ્યા નવેલી નંદા હેડલાઇન્સમાં રહે છે. તેની ગ્લેમરસ સ્ટાઈલ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

 

અમિતાભ બચ્ચન પણ પુત્રી શ્વેતા સાથે બાળપણમાં વિતાવેલી પળોને યાદ કરીને ખૂબ ભાવુક થઈ જાય છે. અમિતાભ બચ્ચનનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ શ્વેતા અને અભિષેક સાથે થ્રોબેક ફોટાથી ભરેલું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link