Cricket બાદ હવે Shikhar Dhawan નું થશે ફિલ્મી ડેબ્યૂ, આ અભિનેત્રી સાથે આવશે નજર

Wed, 12 Oct 2022-12:50 pm,

ટીમ ઇન્ડીયાને તાજેતરમાં જ પોતાની કેપ્ટનશિપમાં દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ વનડે સીરીઝમાં જીત અપાવનાર શિખર ધવન હવે ફિલ્મી પડદા પર પણ જોવા મળશે. તે હુમા કુરૈશી, સોનાક્ષી સિન્હા સાથે 'ડબલ એક્સ એલ' થી બોલીવુડમાં ડેબ્યૂ કરશે. 

બોલીવુડ અભિનેત્રી હુમા કુરૈશીએ શિખર ધવન સાથે તસવીરો શેર કરી છે. આ ફિલ્મ દરમિયનાની તસવીરો છે. તેમાં એક તસવીરમાં શિખર અને હુમા એકબીજાની આંખોમાં જોઇને રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. બીજા ફોટામાં શિખર અને હુમા હસતા જોવા મળે છે. 

'ડબલ એક્સ એલ' ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને હુમા કુરૈશી સાથે જોવા મળશે. ફિલ્મમાં જહીર ઇકબાલ પણ ચે, જેના નિર્દેશક સતરામ રમાની છે. 

શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટ્વિ રહે છે. તે મોટાભાગ પોતાનાફોટો-વીડિયો શેર કરતાં રહે છે, જેને ફેન્સ ખૂબ પસંદ પણ કરે છે. 

શિખર ધવનની કેપ્ટનશિપમાં ભારતે તાજેતરમાં દક્ષિણ આફ્રીકાને ત્રણ મેચોની વનડે સીરીઝમાં 2-1 થી હરાવ્યા. દિલ્હીમાં રમાયેલી સીરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ભારતે મહેમાન ટીમને સાત વિકેટે માત આપી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link