તસવીરોમાં જુઓ શિક્ષામિત્રોનું પ્રદર્શન, મહિલાએ આ માંગને લઇને કરાવ્યું મુંડન

Thu, 26 Jul 2018-12:25 pm,

કોર્ટના આ નિર્ણય પહેલાં શિક્ષામિત્રોને પ્રતિમાહ મળી રહેલી 38,848 રૂપિયા સેલરી મળી રહી હતી, પરંતુ કોર્ટે તેને ઘટાડીને 35,00 કરી દીધી હતી. યોગી સરકારે શિક્ષા મિત્રોને વેતન વધારીને 10 હજાર રૂપિયા કરી દીધું હતું. 

શિક્ષામિત્રોની માંગ છે કે તેમને સ્થાઇ શિક્ષક બનાવવામાં આવે. તેમની માંગ છે કે જે શિક્ષામિત્રોમાં ટીઇપી પાસ કરી છે. તેમને લેખિત પરિક્ષા વિના નિયુક્તિ આપવામાં આવે. આ ઉપરાંત અસમાયોજિત શિક્ષામિત્રો માટે પણ સરકાર કોઇ સમાધાન કાઢે. પ્રદેશમાં 1 લાખ 70 હજાર શિક્ષામિત્રોની સંખ્યા છે. શિક્ષામિત્ર માનદવેતન વધારવાની માંગ અને નવી ટ્રાંસફર નીતિનો પણ વિરોધ કરી રહ્યા છે. 

તમને જણાવી દઇએ કે આ કડીમાં લખનઉના એનેક્સી ભવનમાં 13 જૂનના રોજ સીએમ યોગી આદિત્યનાથે શિક્ષામિત્રોના 6 સભ્યોવાળા પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. આ બેઠક બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શિક્ષામિત્રોની સમસ્યાનું ટૂંક સમયમાં સમાધાન થશે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ લાખો શિક્ષામિત્ર નિરાશ થયા હતા. હજારો શિક્ષામિત્રોએ આત્મહત્યા પણ કરી લીધી હતી. ચૂકાદા બાદ લખનઉના લક્ષ્મણ મેલા ગ્રાઉંડ પર 38 દિવસો સુધી સતત ધરણા પ્રદર્શન દૌર ચાલ્યો હતો. જાણકારી અનુસાર વર્ષભર ચાલેલા આંદોલન દરમિયાન અત્યાર સુધી 500થી વધુ શિક્ષામિત્રોએ જીવ ગુમાવ્યા છે. 

લખનઉમાં પ્રદર્શન કરી રહેલા શિક્ષામિત્રોએ મુંડન કરાવી વિરોધ કર્યો છે. મુંડન કરાવનારાઓમાં મહિલા શિક્ષામિત્ર પણ સામેલ છે. તો બીજી તરફ પુરૂષોએ જનોઇ ઉતારીને પ્રદર્શન કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે સરકારે 25 જુલાઇ, 2017માં સમાયોજના રદ કરી દીધી હતી. આ દિવસે સુપ્રીમ મોર્ટે યૂપીની પ્રાથમિક શાળાઓમાં સહાયક અધ્યાપક બનાવવામાં આવેલા 1.70 લાખ શિક્ષામિત્રોને સમાયોજનાને અસંવૈધાનિક ગણાવી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link