Shivratri Special: ભગવાન ભોળાનાથને કરવા માંગો છો પ્રસન્ન, તો શિવ પૂજામાં આ વસ્તુનો ક્યારેય ન કરો ઉપયોગ
મહાદેવની પૂજામાં લાલ ફૂલનો બિલકુલ ઉપયોગ નથી કરી શકાતો. શિવજીને લાલ કલરના ફૂલ ચઢાવી શકાતા નથી. મહાદેવને જાસૂદનું ફૂલ ચડાવવાની મનાઈ છે.
તુલસીના પાનને પણ મહાદેવને અર્પણ નથી કરી શકાતા. તુલસીને ભગવાન વિષ્ણુના પત્નીના રૂપે સ્વીકાર કરાયો છે. આ માટે તુલસીથ શિવજીની પૂજા નથી કરી શકાતી.
ભગવાને શિવે શંખચૂડ નામના અસૂરનો વધ કર્યો હતો. અને શંખને તે અસૂરનું પ્રતીક માનવામાં આવે છે જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. આ માટે વિષ્ણુ ભગવાનની પૂજા શંખથી થાય છે, શિવજીની નહીં.
ભગવાન શિવને કંકુ નથી લગાવી શકાતું. ભગવાન શિવની પૂજામાં ચંદનનો ઉપયોગ કરાઈ છે કંકુનો નહીં. માટે જો તમે ક્યારેય પણ શિવજીની પૂજા કરો છો તો તેમાં કંકુનો ઉપયોગ ન કરતા.
ઘણા પૂજા-પાઠ દરમિયાન હડળદરનો ઉપયોગ કરવામાં આવે છે, જો કે શિવજીની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં નથી આવતો. શાસ્ત્રોમાં કહ્યા મુજબ, શિવલિંહ પુરુષનું પ્રતિક છે જ્યારે હળદર સૌંદર્ય પ્રસાધનનો સામાન કહેવાય છે. હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્યથી પણ છે. આ કારણથી જ હળદર શિવજીને નથી ચઢાવી શકાતી.જો તમે શિવજીની હળદર ચઢાવો છો તો તેનાથી તમારો ચંદ્રમા કમજોર થઈ જશે અને તમારું મન ચંચળ રહેશે.
નારિયેળને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ માટે નાળિયેર પાણીનો શિવજીની પૂજામાં ઉપયોગ કરાતો નથી. શિવજીની પૂજામાં દૂધનો ઉપયોગ કરવામાં આવે છે.