પ્રથમ દિવસે ડબલ થઈ જશે પૈસા, 24 જૂને ઓપન થશે IPO, પ્રાઇઝ બેન્ડ ₹100, જાણો વિગત
જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આગામી સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ શિવાલિક પાવર કંટ્રોલ લિમિટેડનો છે. શિવાલિક કંટ્રોલ આઈપીઓ સોમવાર 24 જૂને સબ્સક્રિપ્શન માટે ખુલશે અને બુધવાર 26 જૂને બંધ થશે. શિવાલિક પાવર કંટ્રોલ લિમિટેડ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ ₹95 થી ₹100 પ્રતિ ઈક્વિટી શેર વચ્ચે નક્કી કરવામાં આવી છે. તેની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે.
પ્રત્યેક શિવાલિક પાવર કંટ્રોલ આઈપીઓ લોટમાં 1200 શેર છે. શિવાલિક પાવર કંટ્રોલ આઈપીઓ બજાર નિર્માતા ભાગ માટે 3,36,000 ઇક્વિટી શેર, એન્કર ઈન્વેસ્ટરો માટે 18,28,800 ઇક્વિટી શેર, લાયક સંસ્થાકીય ખરીદદારો માટે 12,19,200 ઇક્વિટી શેર, રિટેલ ઈન્વેસ્ટરો માટે 21,33,600 ઇક્વિટી શેર અને બિન-સંસ્થાગત સેગમેન્ટ માટે 9,14,400 શેર એલોટ કર્યાં છે.
ઈન્વેસ્ટરગેન.કોમ અનુસાર શિવાલિક પાવર કંટ્રોલના શેર ગ્રે માર્કેટમાં 150 રૂપિયાના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યાં છે. આઈપીઓ અપર પ્રાઇઝ બેન્ડ અને ગ્રે માર્કેટમાં વર્તમાન પ્રીમિયમને ધ્યાનમાં રાખતા, કંપનીના શેર અંદાજિત 250 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને 150 ટકાનો નફો થઈ શકે છે.
કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (આરએચપી) અનુસાર શિવાલિક પાવર કંટ્રોલ લિમિટેડ 20 વર્ષથી એલટી અને એચટી ઈલેક્ટ્રિક પેનલનું નિર્માણ કરી રહી છે અને આઈએસઓ સર્ટિફાઇડ છે. કંપની એક ટેક્નોલોજી ડ્રિવેન કોર્પોરેટ છે, જે ક્વોલિટી, ડિઝાઇન અને પ્રોડક્ટ વિકાને ખાસ મહત્વ આપે છે.
અહીં માત્ર IPOની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો