Shivratri Special: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના કરો દર્શન, જાણો દરેક જર્યોતિર્લિંગની છે જુદી-જુદી દંતકથા
ઉત્તરપ્રદેશના વારાણસીમાં ગંગા નદીના તટ પર બાબા વિશ્વનાથનું મંદિર આવેલું છે જેને વિશ્વનાથ જ્યોતિર્લિંગના નામથી પણ ઓળખાય છે. માનવામાં આવે છે કે કૈલાશ છોડ્યા પછી ભગવાન શિવે અહીં પોતાનું નિવાસ બનાવ્યું હતું.
વૈદ્યયનાથ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવધર સ્થિત છે. આ મંદિરને વૈદ્યનાથધામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે એક વખત રાવણના તપના બળથી શિવને લંકા લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં વ્યવધાન આવાના કારણે શર્ત અનુસાર શિવજી અહિંયા જ સ્થિત થઈ ગયા.
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિકથી 30 કિલોમીટર દૂર પશ્ચિંમમાં સ્થિત છે. ગોદાવરી નદીના કિનારે આ મંદિર કાળા પથ્થરોથી બનેલું છે. શિવપુરાણમાં ગૌતમ ઋષિ અને ગોદાવરીની પ્રાર્થના પર ભગવાન શિવે આ સ્થાન પર નિવાસ કરવાનું નિર્ણય લીધો હતો તેવુ વર્ણન કરવામાં આવ્યુ છે અને પછી ત્ર્યંબકેશ્વર નામથી વિખ્યાત થયા.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં અરબ સાગરના તટ પર સ્થિત છે સોમનાથ જ્યોતિર્લિંગ. દેશનું પહેલું જ્યોતિર્લિંગ જે સોમનાથના નામથી ઓળખાય છે. ભગવાન સોમનાથનું મંદિર ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં દરિયા કિનારે આવેલું છે. ચંદ્રનું એક નામ સોમ પણ છે. એવું માનવામાં આવે છે કે, ચંદ્ર ભગવાન શિવની આરાધના તરીકે પૂજા કરે છે, તેથી આ જ્યોતિર્લિંગનું નામ તેમના પછી સોમનાથ રાખવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના લાખો ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. પૌરાણિક કથાઓ મુજબ, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ આ વિસ્તારમાં યદુ વંશની હત્યા કર્યા પછી તેમની નર લીલા સમાપ્ત થઈ હતી. ‘જારા’ નામના શિકારીએ તેના પગને તીરથી વીંધ્યો હતો.
ભગવાન શિવનું 11મુ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામનાથમમાં છે. એવી માન્યતા છે કે રાવણની લંકા પર ચઢાઈ કરતા પહેલા ભગવાન રામે તે શિવલિંગની સ્થાપના કરી હતી તે જ રામેશ્વર નામથી વિશ્વ વિખ્યાત થયું.
ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના માલવા ક્ષેત્રમાં અને નર્મદા નદીના કિનારે પર્વત પર આવેલું છે. એવી માન્યતા છે કે તમામ યાત્રીઓ તીર્થોનું જળ લાવીને ઓંકારેશ્વરમાં અર્પિત કરે ત્યારપછી જ તમામ તીર્થયાત્રા પૂરી માનવામાં આવે છે.
નાગેશ્વર મંદિર ગુજરાતના વડોદરામાં ગોમતી દ્વારકા નજીક સ્થિત છે. ધાર્મિક પુરાણોમાં ભગવાન શિવને નાગોના દેવતા માનવામાં આવે છે. અને નાગેશ્વરનો અર્થ થાય છે નાગોના ઈશ્વર. માનવામાં આવે છે ભગવાન શિવની ઈચ્છા અનુસાર જ્યોતિર્લિંગનું નામકરણ થયું હતું.
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એ આંધ્રપ્રદેશમાં કૃષ્ણ નદીના કાંઠે શ્રીસૈલ પર્વત પર સ્થિત છે. તેને દક્ષિણનો કૈલાસ પણ કહેવામાં આવે છે અને માત્ર આ જ્યોતિર્લિંગના દર્શનથી તમામ વેદના દૂર થાય છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના તટ પર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે જેની રોજ થનારી ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રખ્યાત છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરવાથી જન્મો જન્મના ભક્તોના બધા પાપ દૂર થાય છે. તેઓ ભગવાન શિવની કૃપા માટે પાત્ર બને છે. આ જ્યોતિલિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે. પ્રાચીન સાહિત્યમાં તેને ‘અવંતિકા પુરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં ભગવાન મહાકાલેશ્વરની ભવ્ય જ્યોતિર્લિંગ છે.
કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડની અલખનંદા અને મંદાકિની નદીના તટ પર કેદાર નામની ચોટી પર સ્થિત છે. કેદારનાથના પૂર્વમાં બદ્રીનાથધામ મંદિર છે. એવી માન્યતા છે કે કેદારનાથના દર્શન કર્યા વગર બદ્રીનાથની યાત્રા અધુરી અને નિષ્ફળ છે.
ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર ક્ષેત્રમાં દૌલતાબાદથી લગભગ 18 કિલોમીટરના અંતરે ‘બેરુલથ’ ગામની નજીક છે. આ સ્થાનને ‘શિવાલય’ પણ કહેવામાં આવે છે. લોકોને ઘુશ્મેશ્વર અને ઘુશ્મેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. દૌલતાબાદ કિલ્લો ઘુશ્મેશ્વર આઠ કિલોમીટર દક્ષિણમાં પર્વતની ટોચ પર સ્થિત છે આ મંદિર અહિલ્યાબાઈ હોલ્કરે બનાવ્યું હતું.
ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાં ભીમાશંકર જ્યોતિર્લિંગનો છઠ્ઠા ક્રમે આવે છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી 110 કિલોમીટર દૂર સહદ્રી નામના પર્વત પર સ્થિત છે. ભીમશંકર મંદિર ખૂબ જ પ્રાચીન છે, પરંતુ તેના કેટલાક ભાગનું નિર્માણ પણ નવું છે. આ મંદિરનો શિખર અનેક પ્રકારનાં પથ્થરોથી બનાવવામાં આવ્યો છે. આ મંદિર મુખ્યત્વે નગારા શૈલીમાં બનાવવામાં આવ્યું છે. મંદિરમાં ક્યાંક ભારત-આર્યન શૈલી પણ જોઇ શકાય છે.