દિયર અનંતના ભાભીનો વટ ઝાંખો પડ્યો! શ્લોકા અંબાણીએ કેમ પહેર્યો પોતાના લગ્નનો જૂનો લહેંગો

Sat, 13 Jul 2024-1:17 pm,

અંબાણી પરિવારે દીકરા અનંત અંબાણીને યાદગાર બનાવવા માટે કોઈ કસર બાકી ન રાખી. બોલિવુડની હસ્તીઓ, હોલિવુડ સેલિબ્રિટી, સ્પોર્ટસ સેલિબ્રિટીઝ, દેશવિદેશના બિઝનેસ ટાયકુન, આંતરરાષ્ટ્રીય મહેમાનોથી આ પ્રસંગ યાદગાર બની રહ્યો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સદીના યાદગાર લગ્ન બની ગયા. 12 જુલાઈ, 2024 ના રોજ મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સાત ફેરા લીધા. ત્યારે અંબાણી પરિવારની એક એક વ્યક્તિ ચર્ચામાં રહી. ખાસ કરીને મોટી વહુ શ્લોકા અંબાણીનો વટ જોવા જેવો હતો. દિયરના લગ્નમાં ભાભી શ્લોકા અંબાણીએ વટ પાડી દીધો. જોકે, શ્લોકા મહેતા પોતાના લહેંગાને કારણે ચર્ચામાં રહી. 

દિયર અનંત અંબાણીના લગ્નમાં શ્લોકા મહેતાએ પિંક લહેંગા પહેર્યો હતો. અબુ જાની સંદીપ ખોસલા દ્વારા અને દિયા મહેતા દ્વારા ડિઝાઈન કરાયેલ આ લહેંગો શાનદાર હતો. આ લહેંગો શ્લોકા મહેતાને જાજરમાન લુક આપતો હતો. પરંતું બહુ ઓછા લોકોને ખબર હશે કે, શ્લોકા અંબાણીએ પોતાના જ લગ્નનો લહેંગો દિયરના લગ્નમાં રિપીટ કર્યો હતો.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં શ્લોકા મહેતા પોતાના લગ્નના લહેંગામાં શાનદાર દેખાઈ રહી છે. અંબાણી પરિવારની મોટી વહુની સાદગી આ લહેંગામાં ઝળકી આવે છે. શ્લોકાએ દિયરઅનંત અંબાણીના લગ્ન માટે તેના પોતાના લગ્નના લહેંગા-ચોલીને ફરીથી પહેર્યા હતા. તેણીએ લહેંગા ફ્રેશ લુક આપવા માટે થોડો ચેન્જ પણ કર્યો હતો. 

વેડિંગ લુક એ એવી વસ્તુ છે જેના પર આપણે બધા નજર કરીએ છીએ. આપણે જે પહેરીએ છીએ તે પણ ખાસ બની જાય છે. આવામાં શ્લોકા અંબાણીએ પોતાના લગ્નનો લહેંગો બીજી વાર પહેર્યો, તેમાં પણ તે ખાસ બની ગયો હતો.   

રાધિકા મર્ચન્ટે પોતાના લગ્ન માટે લાલ અને સફેદ રંગનો લહેંગો પહેર્યો હતો. રાધિકા જાજરમાન લાગતી હતી. ઘનાઢ્ય વેપારી પરિવારમાં જન્મેલી રાધિકાએ લગ્નમાં વારસાગત જ્વેલરી પહેરી હતી. જે પેઢીઓથી તેમના ઘરની દીકરીઓ પહેરતી આવી છે. રાધિકા પહેલા તેની બહેન અંજલિ મર્ચન્ટે વર્ષ 2020 માં પોતાના લગ્નમાં આ જ ઝવેરાત પહેર્યા હતા. તો તેમની મમ્મી અને નાનીએ પણ તેમના લગ્ન સમારોહ માટે ઘરેણાં પહેર્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link