દિયરના લગ્નમાં ભાભી શ્લોકાએ આખી મહેફિલ લૂંટી, અંબાણી પરિવારની મોટી વહુનો ઠાઠ તો જુઓ
શ્લોકા મહેતા તેના મોહક લુકથી ચર્ચામાં રહે છે. દિયર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના દરેક પ્રસંગમાં શ્લોકા અંબાણીએ અદભૂત ડ્રેસિંગ કર્યું છે. લગ્નના દરેક પ્રસંગમાં શ્લોકા પર સૌની નજર ટકી રહે છે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના સમારોહમાં શ્લોકા મહેતાએ ઓસ્ટ્રેલિયન ડિઝાઇનર Tamara Ralph ની ડિઝાઈન કરેલી સફેદ રંગની સુંદર સાડી પહેરી હતી. એમ્બ્રાઈડરી સાડીમાં શ્લોકાનો લૂક મનમોહક દેખાતો હતો. તેણે ભારે મોતી-જડિત હોલ્ટર-નેક બ્લાઉઝ સાથે તેની સાડીને પહેર્યું હતું.
બ્લાઉઝની પીઠમાં ક્રિસ્ટલ-સ્ટડેડ બો-બેક બટન જડેલા છે. શ્લોકાએ તેના દેખાવને વધુ સારી બનાવવા માટે ગ્લેમ મેકઅપ સાથે અનોખી રીતે બ્રેઇડેડ હેરસ્ટાઇલની પસંદગી કરી. એટલું જ નહીં, સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ અને કૂલ હીરા જડેલા હાથથી બનાવેલ ફૂલ શ્લોકાના લૂકને પરફેક્ટ બનાવે છે.
અનંત અને રાધિકાના મામેરા સમારોહ માટે ગુલાબી અને નારંગી રંગના લહેંગા શ્લોકા મહેતામાંથી રાજકુમારી વાઇબ્સ આવતી હતી. અનંત અને રાધિકાના મામેા સમારોહ માટે શ્લોકાએ બાંધણીન લૂક કર્યો હતો. બાંધણી ચોલી અને મેચિંગ દુપટ્ટા સાથે નારંગી અને ગુલાબી રંગના લહેંગામાં તે રાજકુમારી લાગતી હતી.
ન્યુટ્રલ ગ્લેમ મેકઅપ લુક અને ડાયમંડ ટ્રાઇ-લેયર્ડ નેકલેસ, હીરાની બંગડીઓ, ઇયરિંગ્સ અને હેર એસેસરીઝ સહિત ઉત્કૃષ્ટ જ્વેલરીએ તેણીનો દેખાવ પરફેક્ટ લાગતો હતો. તો આકાશ અંબાણીએ સફેદ શેરવાની સાથે બ્લશ ગુલાબી રંગના કુર્તામાં મેચિંગ કર્યું હતું.
ગરબા અને દાંડિયાની રાત્રિ માટે શ્લોકા વહુએ રંગીન લહેંગો પહેર્યો હતો. અગેઈન, તે આમાં પણ રાજકુમારી લાગતી હતી. તેના લહેંગામાં જટિલ ઝરી વર્ક કરાયુ હતું. શ્લોકાએ હીરા અને રૂબી બંગડીઓ, મેચિંગ નેકલેસ અને મંગ ટીકા વડે તેના લુકને એક્સેસરીઝ કર્યો.