Pics: જાણો કોણ છે તે પાકિસ્તાની અભિનેત્રી...શોએબે સાનિયાને છોડીને જેની સાથે કર્યા લગ્ન

Sat, 20 Jan 2024-3:58 pm,

પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે ત્રીજા લગ્ન કર્યા છે. આ લગ્ન એવા સમયે થયા છે જ્યારે પત્ની સાનિયા મિર્ઝા સાથે અલગ થયાના રિપોર્ટ્સ સામે આવી રહ્યા હતા. શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા છે અને એક સમારોહ દરમિયાન આ લગ્ન થયા. શોએબ મલિકે પોતે સોશિયલ મીડિયા પર આ તસવીરો પોસ્ટ કરી છે. 

શોએબે જે સના સાથે લગ્ન કર્યા છે પણ ડિવોર્સી છે. પાકિસ્તાનની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ સના જાવેદે ઓક્ટોબર 2020માં ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ જલદી એ વાત સામે આવવા લાગી કે આ  કપલ વચ્ચે બધુ ઠીક નથી. બાદમાં બનેએ પોત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી એકબીજાની તસવીરો ડીલિટ કરી હતી. પછી સમાચાર આવ્યા કે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. 

28 વર્ષની સના જાવેદ પાકિસ્તાનના અનેક ટીવી શોમાં જોવા મળી ચૂકી છે. એ મુશ્ત એ ખાક, ડંક સહિત અનેક ફેમસ શો છે. આ ઉપરાંત મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. 

2012માં શહર એ જાતથી ડેબ્યુ કર્યું હતું. રોમેન્ટિક ડ્રામા કહાનીમાં લીડ રોલથી ઓળખ મળી હતી. 

શોએબ મલિક અને સના જાવેદ વચ્ચે ડેટિંગના સમાચાર ઘણા સમયથી વહેતા થયા હતા. ક્રિકેટરે આગમાં ઘી નાખવાનું કામ ત્યારે કર્યું જ્યારે તેમણે ગત વર્ષ પાકિસ્તાની અભિનેત્રીને તેમના જન્મ દિવસે શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે હેપી બર્થડે બડી. શોએબે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક સાથે ફોટો પણ શેર કર્યો હતો. 

સાનિયા મિર્ઝા અગાઉ પણ શોએબ લગ્ન કરી ચૂક્યા છે. વર્ષ 2010માં જ્યારે શોએબે સાનિયા સાથે લગ્ન કર્યા હતા ત્યારે આયેશા સિદ્દીકીએ સામે આવીને બધાને જણાવ્યું હતું કે તે શોએબની પહેલી પત્ની છે અને તલાક વગર બીજા લગ્ન કરી શકાય નહીં. તે સમયે શોએબે આયેશા સાથે કોઈ પણ સંબંધ હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. પરંતુ મામલો વધ્યા બાદ તેમણે આયેશાથી તલાક લીધા હતા. શોએબે સાનિયા સાથે લગ્ન બાદ પહેલી પત્ની આયેશા જોડે તલાક લીધા હતા. 

શોએબે સાનિયા સાથે 2010માં લગ્ન કર્યા હતા. શોએબ મલિક અને સાનિયા મિર્ઝાએ 2010માં હૈદરાબાદમાં એક પરંપરાગત મુસ્લિમ સમારોહમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનના સિયાલકોટમાં વલીમા થયું હતું. 

બુધવારે સાનિયા મિર્ઝાએ એક રહસ્યમયી પોસ્ટ શેર કરી હતી જેનાથી તેના અને શોએબ વચ્ચે તલાકની અફવાઓ તેજ થઈ હતી. અગાઉ પણ અટકળો ત્યારે ઊભી થઈ જ્યારે સાનિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શોએબ મલિક સાથેની પોતાની મોટાભાગની તસવીરોને ડિલીટ કરી હતી. 8 જાન્યુઆરીએ તેણે એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે જ્યારે કોઈ ચીજ તમારા દિલની શાંતિને ભંગ કરે તો તેને જવા દો. 

કપલને ત્યાં પહેલું સંતાન 2018માં આવ્યું. પુત્ર ઈઝહાનનો જન્મ થયો હતો. 

શોએબ મલિકની ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેમણે 287 વનડે મેચોની 258 ઈનિંગમાં 7534 રન કર્યા છે. જેમાં 9 સદી અને 44 અડધી સદી સામેલ છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો 35 ટેસ્ટ મેચમાં 1898 રન કર્યા છે. જેમાં 3 સદી અને 8 અડધી સદી સામેલ છે. ટી20 મેચની વાત કરીએ તો 124 મેચમાં 2435 રન કર્યા જેમાં 75 સર્વોચ્ચ સ્કોર રહ્યો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link