માણસોની ચામડી પર સંભોગ કરે છે આ નાનકડો જીવ, વિશ્વાસ નહિ આવે તો વાંચી લો આ દાવો
વૈજ્ઞાનિકો સતત માનવ શરીર પર રિસર્ચ કરતા રહે છે. રક્તથી લઈને યુરિનની તપાસથી શરીરમાં શુ બીમારી છે તે માલૂમ પડે છે. શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય તો બેક્ટેરીયા અને વાયરસ તમને વધુ બીમાર કીર શકે છે. તેવી જ રીતે તમારી ત્વચામા સંક્રમણ અને ડેડ સ્કીનની જાણકારી પણ તબીબો આપે છે. પરંતુ શુ તમે જાણો છો કે, જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે એક એવો જીવ પણ છે જે માણસના ચહેરા પર સંભોગ કરે છે.
બીબીસીમા પ્રકાશિત રિપોર્ટ અનુસાર, આ જીવ આપણને ખુલ્લી આંખોથી દેખાતા નથી. જેનુ નામ સ્કીન માઈટ્સ (Skin Mites) છે. તેના આઠ પગ હોય છે. નવા રિસર્ચમાં માલૂમ પડ્યુ કે, જ્યારે માણસો સૂઈ જાય છે તે સમયે આ કીડા પોતાની વસ્તી વધારવાનુ કામ કરે છે. વૈજ્ઞાનિકોએ જાણ્યુ કે, આ જીવ દરેક માણસની ત્વચામાં રહે છે. જેના માણસોની ત્વચા પર સંભોગ કરવાન આદત પણ અજીબ છે. તે માણસોના સૂઈ ગયા બાદ જ સંભોગ કરે છે.
વૈજ્ઞાનિકોની આ શોધના પરિણામ સાયન્સ જનરલની રિપોર્ટમાં પ્રકાશિત કરાયા છે. નવા રિસર્ચ મુજબ, ડેમોડેક્સ ફોલિકુલોરમ માઈટ્સ લગભગ દરેક માણસનો ચહેરો, આંખની પાંપણ અને નિપલ્સ પર મળી આવે છે. જે હંમેશા કોઈને કોઈ શોધમાં રહે છે.
યુનિવર્સિટી ઓફ રીડિંગની ટીમે પહેલીવાર કોઈ સ્કીન માઈટ્સ (Skin Mites) ની જિનોમ સિક્વેન્સીંગ પર રિસર્ચ કર્યુ હતું. આ દરમિયાન જાણવા મળ્યુ કે, સેક્સ દરમિયાન તે અનાવશ્યક કોશિકાઓ પર વહેતા રહે છે. સ્કીન માઈટ્સ એ પરજીવી છે, જ માણસોની ત્વચા પર રહે છે. અનેકવાર આ પરજીવી આપણા શરીરની અંદર પણ દાખલ થાય અને તે માણસોની સંક્રમિત કરે છે.
વૈજ્ઞાનિકોના અનુસાર, Skin Mites નો આકાર માત્ર 0.01 ઈંચ એટલે 0.3 મિમી લાંબા હોય છે. જેમ જેમ શરીરમાં છીદ્રની સંખ્યા વધતી જાય છે, તેમ તેમની સંખ્યા પણ વધતી જાય છે. જેના ડીએનએ વિશ્લેષણથી માલૂમ પડ્યુ કે, આ જીવના સંભોગની આદત અજીબ છે. કારણ કે, શરીરની વિશેષતાઓની સાથે તેનો વિકાસ થાય છે.