Shoes Astrology: બીજાના બૂટ-ચંપલ બહેરવાનું બંધ કરી દેજો, નહીંતર સત્યાનાશ વાળી દેશે શનિ દેવ
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો બીજાના બૂટ કે ચંપલ પહેરે છે, તેનાથી તેમના ઘરમાં દ્રરિદ્રતા આવે છે અને જીંદગીમાં ઘણા પ્રકારના સંઘર્ષ વધી જાય છે.
જેઓ બીજાના ચંપલ પહેરે છે તેઓનું દુર્ભાગ્ય વધે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ ક્યારેય બીજાના ચપ્પલ ન પહેરવા જોઈએ. જો તમે કોઈ બીજાના બૂટ કે ચંપલ પહેરો છો તો તેનાથી તમારી દુર્ભાગ્ય વધે છે અને નસીબ પણ તમારો સાથ નથી આપતું.
જો તમે કોઇ બીજા વ્યક્તિના ચંપલ કે બૂટ પહેરો છો તો તેનાથી તમારા ગ્રહોની દશા પર ખરાબ અસર પડે છે અને ગ્રહ દોષ લાગે છે. જીંદગીમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે.
જે લોકો બીજાના બૂટ અને ચંપલ પહેરે છે તેમના જીવનમાં ઘણી વાર પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તેમના ઘરમાં ક્યારેય શાંતિ અને ખુશી નથી આવતી.
દરેક વ્યક્તિના ચરણોમાં શનિનો વાસ હોય છે. એવામાં જે લોકો બીજાના બૂટ કે ચંપલ પહેરે છે, તેમને શનિ દેવનો ગુસ્સો સહન કરવો પડે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે જે લોકો બીજા લોકોના જૂતા અને ચંપલનો ઉપયોગ કરે છે, તેમનો ખરાબ સમય શરૂ થઈ જાય છે અને સારા દિવસોનું ઉંધી ગણતરી શરૂ થઇ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)