શ્રાવણ મહિનો શરૂ, કોરોનાને કારણે દૂરથી ભોળેશંકરને પૂજવા પહોંચ્યા ભક્તો

Tue, 21 Jul 2020-8:58 am,

અમદાવાદના અનેક શિવાલયોમાંએ ઉમટી પડ્યા છે. જોકે દર વર્ષ કરતાં આ વર્ષે શિવજીની ભક્તિ કંઈક અલગ જ છે. કારણ કે આ વર્ષે અનેક શિવાલયોમાં ન તો જળ ચઢાવવામાં આવશે કે ના તો દૂધ અભિષેક કરાશે. પરંતુ અહીં ભક્તો ભોળા શંકરને મનથી ભજીને પ્રસન્ન કરશે. અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર મંદિરમાં પ્રાંગણમાં એક વિશાળ શિવલિંગ આવેલું છે. જેની ઉંચાઈ ૧૮ ફૂટ અને શેષનાગ સહિત ૨૧ ફૂટનું આ શિવલિંગ છે. અને શિવલિંગના ફરતે ૧૨ જ્યોતિલિંગ આવેલા છે. ત્યારે મંદિર પરિસરની બહાર તમામ શિવભક્તો પૂજા કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તમામ લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિની સાથે કોરોનાથી સમગ્ર દેશ મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

કોરોના ગ્રહણ વચ્ચે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી છે. મહાદેવના દર્શન માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કરી રહ્યા છે. પરંતુ વડોદરાના પ્રખ્યાત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટેના નિયમો બદલાયા છે. મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તોને સેનેટાઈઝ ટનલમાંથી પસાર થવું ફરજિયાત કરાયું છે. મંદિરમાં જળ, દૂધ, બિલીપત્રના અભિષેક પર રોક લગાવાઇ છે. તેમજ પ્રસાદ પણ આપવામાં નથી આવી રહ્યો. મંદિરમાંથી ઘંટ પણ હટાવી લેવાયા છે. 

સુરતમાં આવેલ પ્રખ્યાત ઈચ્છાનાથ મહાદેવમાં પણ ભક્તો પૂજા કરવા વહેલી સવારે પહોંચી ગયા છે. અહીં ભોળેનાથને અદભૂત શ્રૃંગાર કરવામાં આવ્યો છે.  

સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે ભારે ભીડ જોવા મળી છે. ગુજરાતમાં આવેલું આ એકમાત્ર જ્યોર્તિલિંગ છે, તેથી તેનું શ્રાવણ મહિનામાં મહત્વ વધી જાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link