કૃષ્ણની દ્વારિકા નગરી પાણીમાં સાચુકલી ડુબી, બે કલાકમાં 11 ઈંચ વરસાદથી ભયાવહ દ્રશ્યો સર્જાયા
ભગવાન કૃષ્ણની નગરીમાં ઇન્દ્રદેવે હેત વરસાવ્યો છે. આ કારણે દ્વારકાના મુખ્ય માર્ગો પાણી પાણી થયા છે. દ્વારકામાં બારે માસ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. દ્વારકામાં બે કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી બહારથી દર્શન કરવા આવેલા પ્રવાસીઓ પણ અટવાયા છે.
ભદ્રકાળી ઇસ્કોન ગેટ વિસ્તારમાં પાણી ભરાયાં છે. તો દ્વારકાના મુખ્ય બજારો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. શહેરના મુખ્ય બજાર, તિનબતી ચોક, માર્કેટ ચોક સહિત અનેક વિસ્તારોમાં પાણી વહેતા થયા છે. યાત્રાધામ દ્વારકા જગત મંદિરના છપ્પન સીડી પરથી ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદને લઇ લોકોમાં ખુશીનો માહોલ છે. આલ્હાદક દ્રશ્યોને માણવા લોકો છપ્પન સીડી વિસ્તારમાં નાહવા પહોંચ્યા છે.
દેવભૂમિ દ્વારકાના ભાટીયા ગામે NDRF દ્વારા એક વ્યક્તિનુ રેસ્ક્યુ કરાયું હતું. પાણીના પ્રવાહ વધી જવાથી વ્યક્તિ ફસાયો હતો. જેને સલામત રીતે બચાવી લેવાયો હતો.
દ્વારકાની હોટલોમાં પણ પૂરના પાણી ભરાયા છે. હોટેલના બેઝમેન્ટમાં પાણી ભરાયાં છે. જેથી હોટેલમાં રોકાણ કરેલ યાત્રિકો પરેશાન થયા છે. હોટેલના રેસ્ટોરન્ટમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વરસાદી પાણી લઈ હોટેલ સંચાલકને ભારે નુકસાન થયું.
આજે દ્વારકા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ રેહશે બંધ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબકતા તંત્ર દ્વારા વિધાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. આવતીકાલે તમામ સવારની પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા રેહશે.