ગણેશ ચતૃર્થી 2018: આ મહૂર્તમાં થશે બાપાની સ્થાપના, જાણો ચતૃર્થીનો મહિમા

Thu, 13 Sep 2018-8:18 am,

ભાદરવા સુદ ચોથને શ્રી ગણેશ ચતુર્થીના નામથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ચતુર્થીનો તહેવાર આજે 13 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ થઇ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગણપતિ જીનો જન્મ મધ્યકાળમાં થયો હતો એટલા માટે તેમની સ્થાપના આજ કાળમાં કરવી જોઇએ.

ભગવાન ગણેશનો જન્મ બપોરે થયો હતો. એટલા માટે તેમની પૂજા બપોરના સમયે કરવી જોઇએ. આમતો ગણેશજીની પૂજ સવારે, બપોરે અને સાંજના કોઇપણ સમયે કરી શકાય છે, પરંતુ ચતુર્થીના દિવસે મધ્યાહન 12 વાગ્યાના સમયે ગણેશ પૂજા કરવા માટેનો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

મધ્યાહન પૂજાનો સમય ગણેશ-ચતુર્થી પુજા મહૂર્તના નામથી ઓળખાય છે. એટલા માટે પૂજાનું શુભ મહૂર્ત બપોરે 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીનું હોય છે. 13 સપ્ટેમ્બરને ગુરૂવારના આખા દિવસમાં ગણેશજીની સ્થાપના અને પૂજા કરી શકો છો.

ચતુર્થીના દિવસે વહેલી સવારે ઉઠીને સોના, ચાંદી, તાંબુ અને માટીના ગણેશજીની પ્રતિમા સ્થાપના કરી ષોડશોપચાર વિધિથી તેમની પૂજા કરાય છે. પૂજા પછી ચંદ્રને અર્ઘ્યા આપીને બ્રાહ્મણોને દક્ષિણા આપવાની હોય છે. એવી માન્યતા છે કે આ દિવસે ચંદ્રને જોવું ના જોઇએ. આ પૂજામાં ગણપતિને 21 લાડુઓનો પ્રસાદ ચઢાવવાનું વિધાન છે.

ગણેશ ચતુર્થી પર જીવનના બધા જ વિઘ્ન દુર કરવા માટે સંધ્યાકાળમાં ગણેશજીની પૂજા જરૂર કરવી જોઇએ. ઘીના દીવા કરી દૂર્વા અને લાડુનો પ્રસાદ ચઢાવવો જોઇએ. ત્યારબાદ ગણેશજીની આરતી કરી પ્રસાદ બધામાં વહેંચી દેવો જોઇએ. ગણેશ ચતુર્થી પર યથાશક્તિ બપ્પાની સેવા કરવાથી જીવનના બધા જ કષ્ટો દુર થાય છે.

ભગવાન ગણેશ ભક્તોની બધી મનોકામનાઓ પુરી કરે છે. ગણેશ ચતુર્થી 10 દિવસનો તહેવાર છે. જેને ગણેશ મહોત્સવ પણ કહેવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર આજે 13 સપ્ટેમ્બરના રોજ શરૂ થયો છે અને 23 સપ્ટેમ્બરે પુરો થશે.

પુરાણોના અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિનો જન્મ થયો હતો. ઘણી મુખ્ય જગ્યાઓ પર ભગવાન ગણેશની મોટી પ્રતિમાંઓની સ્થાપના કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link