120 કલાક બાદ બનશે અત્યંત ખતરનાક યોગ, પણ આ 3 રાશિવાળાના ઘરમાં થશે પૈસાનો વરસાદ, અશક્ય કામો પાર પડશે!
જ્યારે કોઈ બે ગ્રહ એક બીજાથી 150° પર હોય ત્યારે ષડાષ્ટક યોગ બને છે. જ્યાં સુધી કુંડળીની વાત છે તો આ વિશેષ જ્યોતિષીય યોગ ત્યારે બને છે જ્યારે કોઈ ગ્રહ કુંડળી કે રાશિ ચક્રમાં એક બીજાથી ષડ એટલે કે છઠ્ઠા અને અષ્ટક એટલે કે આઠમા ભાવે સ્થિત હોય છે. અત્રે જણાવવાનું કે આ યોગ આમ તો ઓછા સમય માટે બને છે પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહે છે.
શુક્ર અને શનિના ષડાષ્ટક યોગના પ્રભાવથી મેષ રાશિના જાતકો વધુ આત્મવિશ્વાસ અને સાહસી મહેસૂસ કરશે. તેઓ પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. અચાનક ધનલાભની શક્યતા છે. નોકરીમાં તમારા કામને પ્રશંસા મળશે. વેપારમાં વિસ્તારની નવી તકો મળી શકે છે. લાભમાં વધારો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે. પરીક્ષામાં સારા પરિણામો મળશે. સંબંધો મજબૂત થશે. લવ લાઈફ સારી રહેશે.
કન્યા રાશિના જાતકોમાં શુક્ર-શનિના ષડાષ્ટક યોગના પ્રભાવથી વધુ લોજિકલ થશો. તેનાથી સમસ્યાઓનું સમાધાન સરળતાથી શોધી લેશો. લેખન, સંચાર કે વેપાર સંલગ્ન કાર્યોથી સારી આવકની શક્યતા છે. નોકરીમાં નવી તકો મળી શકે છે. વેપારમાં વધારો થશે. નવા ગ્રાહકો મળશે. વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધશે. ભાઈ બહેનો સાથે સંબંધો મજબૂત થશે. લવ લાઈફમાં આત્મવિશ્વાસ વધશે. રિલેશનશીપ વધુ ગાઢ થશે. વિવાહના યોગ બની શકે છે.
શુક્ર અને શનિના ષડાષ્ટક યોગના પ્રભાવથી મકર રાશિના જાતકો વધુ અનુશાસિત થઈ શકે છે. તમે તમારા લક્ષ્યોને મેળવવા માટે અથાગ મહેનત કરશો. પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. આવકમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. વેપારમાં નવી તક મળવાથી વેપારનો વિસ્તાર થશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સારી તક મળે તેવી પ્રબળ સંભાવના છે. માતા પિતા સાથે સંબંધ મજબૂત થશે. લગ્નજીવન સુખદ રહેશે. રિલેશનશીપમાં વિવાહના યોગ બની શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.