Shukra Asta 2023: 8 ઓગસ્ટે શુક્ર સિંહ રાશિમાં થશે અસ્ત, આ રાશિઓના લોકો ઘેરાશે આર્થિક સંકટમાં
આ રાશિના લોકોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ભાઈ અને બહેન સાથેના સંબંધો ખરાબ શકે છે. આ રાશિના લોકોને ધનહાનિનો સામનો કરવો પડી શકે છે. પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે. સંતાન તરફથી પણ ચિંતિત રહી શકો છો.
આ રાશિના દસમા સ્થાનમાં શુક્ર અસ્ત થશે. આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. સમાજમાં માન-સન્માનનો અભાવ રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર આ રાશિના આઠમા ભાવમાં અસ્ત થશે. તેથી આ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. કોઈ પણ પ્રકારની સમસ્યા અચાનક આવી શકે છે. પરિવાર સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. આ રાશિના લોકોએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું પડશે.
શુક્રના અસ્ત થવાથી કુંભ રાશિના લોકોએ આ સમય દરમિયાન સાવધાન રહેવું પડશે. કારણ કે આ સમયે દુશ્મન તમારા પર હાવી થઈ શકે છે. પરંતુ મોટું નુકસાન પહોંચાડી શકશે નહીં. આ સમય દરમિયાન સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)