શુક્ર ગોચરથી આ 2 રાશિના જીવનમાં થશે ઉથલપાથલ, અશુભ સ્થિતિનું થશે નિર્માણ

Sun, 21 May 2023-3:09 pm,

Shukra Rashi Parivartan 2023: શુક્ર 30 મે, 2023ના કર્ક રાશિમાં ગોચર કરશે અને શુક્રની આ સ્થિતિ જ્યોતિષ માટે ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શુક્રના કર્ક રાશિમાં જવાથી ઘણી રાશિના જાતકોને મહાલાભ થશે તો કેટલાક જાતકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. શુક્રના ગોચરથી કારકો ભવ નાશાયથિની સ્થિતિ બનશે. કરક શબ્દનો અર્થ છે મહત્વ આપનાર. ભવનો અર્થ છે ઘર અને નાશાયતિનો અર્થ છે નષ્ટ કરવું. તેવામાં કરકો ભવ નાશાયતિનો અર્થ છે કે જ્યારે કોઈ ગ્રહ જે વિશેષ ભાવનું પ્રતીક છે તે ભાવમાંર હે છે અને તે સારા પરિણામ આપતો નથી. જાણો શુક્ર ગોચરથી કઈ બે રાશિના જાતકોએ સતર્ક રહેવાની જરૂર છે. 

કર્ક રાશિના જાતકો માટે શુક્ર પ્રથમ ભાવમાં ગોચર કરશે. પરંતુ શુક્ર ચોથા અને 11માં ઘરનો સ્વામી છે, તેથી તે ચોક્કસ પણે કર્ક રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ અને સામાજિક સ્થિતિને ઉપર ઉઠાવશે, પરંતુ તે 7માં ઘરમાં જોઈ રહ્યો છે એટલે તમારા લગ્ન જીવનમાં કેટલાક નકારાત્મક પાસાંને લાવશે.   

આ સ્થિતિ માત્ર પરણેલા લોકો માટે યોગ્ય રહેશે. આ ગોચર દરમિયાન તમારા લગ્ન જીવનમાં ઉતાર-ચઢાવવાળી સ્થિતિઓથી સાવધાન રહો અને મેચ્યોર રીતે આવી સ્થિતિનો સામનો કરવા તૈયાર રહો. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વિવાદ પેદા ન કરો અને જો મુશ્કેલી સામે આવે છે તો કોઈપણ નકારાત્મક પરિણામથી બચવા માટે જલદી ઉકેલ લાવો. 

મકર રાશિના જાતકો માટે શુક્ર 5માં અને 10માં ભાવનો સ્વામી થઈને કર્ક રાશિના સાતમાં ભાવમાં ગોચર કરશે. શુક્ર મકર રાશિના જાતકોને અન્ય દરેક પાસાંમાં આશીર્વાદ આપશે કે તે 5માં ઘર અને 10માં ઘરના સ્વામીના રૂપમાં શાસન કરે છે, પરંતુ કારણ કે તે કર્ક રાશિના 7માં ભાવમાં સ્થિત હશે, તે તમારા લગ્ન જીવનને પરેશાન કરી શકે છે. તમારા અને તમારા પાર્ટનર વચ્ચે સંઘર્ષ ઊભો કરી શકે છે. આ દરમિયાન સાવધાન રહો અને સમજી-વિચારીને વિવાદોનો ઉકેલ લાવો. 

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી પર અમે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link