14 દિવસ બાદ મંગળની રાશિમાં પ્રવેશ કરશે `ધનના દાતા`, 6 જાતકો પર થશે પૈસાનો વરસાદ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહનો સંબંધ માં લક્ષ્મી સાથે હોય છે. શુક્રને ધન, સંપત્તિ, ઐશ્વર્ય, પ્રેમ, વૈભવી અને ભૌતિક સુખ-સુવિધાનો કારક માનવામાં આવ્યો છે. શુક્ર કોઈ રાશિમાં 26 દિવસ સુધી બિરાજમાન રહે છે. નોંધનીય છે કે 24 એપ્રિલે શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. મંગળની રાશિમાં શુક્રનો પ્રવેશ ઘણા જાતકોનું ભાગ્ય ચમકાવશે. ત્યારબાદ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. આ ગોચરથી ઘણા જાતકોને લાભ થશે. જાણો તે રાશિઓ વિશે...
જ્યોતિષ શાસ્ત્ર શુક્રનું ગોચર મેષ રાશિના જાતકો માટે શુભ ફળયાદી રહેવાનું છે. આ દરમિયાન તમારો ભાગ્યોદય થશે. આ સમયમાં પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે. લગ્નનો યોગ બની રહ્યો છે. લાંબા સમયથી અટવાયેલા કામ થશે. કરિયર માટે આ સમય અનુકૂળ રહેશે. સસરા પક્ષનો સાથ મળશે.
શુક્રનું આ ગોચર મિથુન રાશિના જાતકો માટે સફળતાના દ્વાર ખોલશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. લગ્ન જીવન સુખમય રહેશે. સંતાન સુખની પ્રાપ્તિ થશે. કાર્ય ક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. પરંતુ પ્રેમીઓ માટે આ સમય મુશ્કેલ રહેવાનો છે. લવ મેરેજ માટે આ સમય શુભ છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના જાતકોને આ ગોચરથી લાભ થશે. કારોબારમાં નફો થવાની સંભાવના છે. આ દરમિયાન કર્ક રાશિના જાતકોના માન-સન્માનમાં વધારો થશે. પ્રમોશનનો યોગ બની રહ્યો છે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. નવું વાહન ખરીદી શકો છો. મિત્રો અને સંબંધીઓ તરફથી સારા સમાચાર મળી શકે છે. ઘર-પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે.
શુક્રનું મેષમાં ગોચર ધન રાશિના જાતકો માટે વરદાનથી ઓછું નથી. તો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધો માટે આ સમય અનુકૂળ છે. લગ્નનો યોગ બની રહ્યો છે. નોકરી શોધી રહ્યાં છો તો સફળતા મળશે. જો કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમય અનુકૂળ છે.
આ રાશિના જાતકો પર શુક્ર ગ્રહની અસીમ કૃપા વરસવાની છે. આ સમયે જમીન-સંપત્તિ સાથે જોડાયેલા વિવાદથી મુક્તિ મળશે. નવું ઘર, જમીન કે વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે. મહેનતથી કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળશે.
શુક્રનું ગોચર મીન રાશિના જાતકો માટે વિશેષ ફળયાદી રહેશે. આ સમયે આર્થિક પક્ષ મજબૂત થશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો. જમીન અને સંપત્તિ સંબંધિત જે વિવાદ ચાલી રહ્યો છે, તેમાં રાહત મળશે. કાર્યક્ષેત્રમાં ચાલી રહેલા ષડયંત્રથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)