Shukra Gochar 2024: સૂર્યની રાશિમાં શુક્રનો પ્રવેશ સર્જી દેશે ઊથલપાથલ, જાણો કઈ કઈ રાશિઓેએ રહેવું પડશે સંભાળીને

Wed, 24 Jul 2024-12:47 pm,

શુક્રના સિંહ રાશિમાં પ્રવેશથી 25 ઓગસ્ટ સુધી મિથુન રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર પ્રભાવ જોવા મળશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ખર્ચા પર પણ કાબુ રાખવો. વધારાનો ખર્ચ ઘરનું બજેટ બગાડી શકે છે. 

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રના ગોચરથી કર્ક રાશિના લોકોએ પણ એલર્ટ રહેવું પડશે. ધનહાનિ થઈ શકે છે. આ સમય દરમિયાન ખર્ચ વધી શકે છે. ધનની તંગી અનુભવાશે. નકારાત્મક પ્રભાવ જીવન પર જોવા મળશે. 

સિંહ રાશિમાં જ શુક્ર પ્રવેશ કરશે આ સમય દરમિયાન મેરીડ લાઇફમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે મનમુટાવ થઈ શકે છે. વાદ-વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. ખર્ચામાં વધારો થશે અને સુખ સુવિધા ઘટશે. 

વૃશ્ચિક રાશિના લોકોને પણ શુક્રનું ગોચર પ્રતિકૂળ પરિણામ આપશે. આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે. સુખ અને ધનલાભમાં ઘટાડો થશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. અકસ્માત થઈ શકે છે.

શુક્રનું ગોચર આ રાશિને કારકિર્દીમાં સમસ્યા વધારી શકે છે. નોકરી કરતા લોકો માટે આ સમય પડકારજનક હશે. મિત્રો સાથે વિવાદ થઈ શકે છે. સંબંધો બગડી પણ શકે છે. રોકાણ કરવાથી બચવું નહીં તો ધનહાની થશે. 

શુક્રના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોના જીવન પર પણ પ્રભાવ જોવા મળશે. દાંપત્યજીવનમાં સમસ્યા આવી શકે છે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. કોઈ વાતને લઈને પરિવારમાં મતભેદ થઈ શકે છે. આર્થિક સ્થિતિ પર પણ પ્રભાવ જોવા મળશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link