આજ બપોરથી આ 3 રાશિવાળાનું ભાગ્ય જોરદાર પલટી મારશે, બંપર ધનલાભ સુખ-સંપત્તિમાં જબરદસ્ત વધારો કરશે!
)
વૈદિક પંચાંગ મુજબ શુક્ર 29 નવેમ્બરે બપોરે 3.37 કલાકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 11 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે. આકાશ મંડળના 27 નક્ષત્રોમાંથી આ ઉત્તરાષાઢા નક્ષત્ર એ 21મું નક્ષત્ર છે અને તેના સ્વામી સૂર્યદેવ છે. જાણો આ નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિઓ ભાગ્યશાળી રહેશે.
)
વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું સૂર્યના નક્ષત્રમાં જવું એ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આવામાં આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. તમને આસપાસના લોકોનો પૂરેપૂરો સહયોગ મળી શકે છે. આ સાથે પગાર વધારાના પણ યોગ છે. લોકો સાથે સારો તાલમેળ રહી શકે છે. તમે તમારા લક્ષ્યાંકો મેળવવામાં સફળ રહી શકો છો. જો તમે નવી નોકરીની શોધ કરતા હશો તો તમને સફળતા મળી શકે છે. માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. સુખ શાંતિ મળશે. કોઈ સારા સમાચાર મળી શકે છે.
)
કર્ક રાશિના જાતકો માટે પણ શુક્રનું નક્ષત્ર પરિવર્તન લાભકારી રહી શકે છે. આ રાશિવાળાને કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે. કોઈ મોટો પુરસ્કાર મળી શકે છે. પરિવારમાં ચાલતી સમસ્યાઓ હવે દૂર થઈ શકે છે. કૌટુંબિક જીવનમાં ખુશીઓ રહેશે. કમાણીના નવા સ્ત્રોત ઊભા થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
શુક્રનું સૂર્યના નક્ષત્રમાં ગોચર એ મીન રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિવાળા જો આત્મમંથન કરશે જેના કારણે પોતાના પર ધ્યાન આપશે અને કેટલાક ફેરફાર કરશે. આ સાથે તમને નોકરીમાં અપાર સફળતા મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. તમે તમારા કામમાં 100 ટકા આપશો જેનાથી તમને ખુબ લાભ મળી શકે છે. જીવનમાં શુકુન અને શાંતિ રહેશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.