Mahalaxmi Rajyog: બે ગ્રહોની `મહાયુતિ` થી સર્જાયો મહાલક્ષ્મી રાજયોગ, હોળી પહેલા મેષ સહિત 5 રાશિના લોકો થશે માલામાલ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર અને મંગળની યુતિથી મહાલક્ષ્મી રાજયોગ અને ધન યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 7 માર્ચે કુંભ રાશિમાં શુક્ર ગ્રહનો પ્રવેશ થયો છે અને 15 માર્ચે મંગળ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે મેષ સહિત પાંચ રાશિના લોકોને વિશેષ ફાયદો થશે
મેષ રાશિના લોકોને હોળી પહેલા અઢળક ખુશીઓ મળશે. અટકેલું ધન પરત મળશે. નોકરી કરતા લોકોને સારી તકો મળશે. બિઝનેસ કરતા લોકોને નફો થશે.
મિથુન રાશિના લોકોને પણ આ યુતિ લાભ કરાવશે. આ રાશિના લોકોને ધન પ્રાપ્તિ થશે. બિઝનેસમાં વધારો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપાર કરતાં લોકોને સારી ડીલ મળશે.
તુલા રાશિના લોકોને આ સમય દરમિયાન સમસ્યાઓથી મુક્તિ મળશે. બિઝનેસમાં વધારો થશે અને ધન પ્રાપ્તિના પણ યોગ બનશે. જો કોઈ વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો સમય સારો છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી રાહત મળશે.
આ રાશિના લોકો ધનવાન બની શકે છે. બિઝનેસ અને નોકરીમાં સારી કમાણી થશે. હોળીના તહેવાર પર આ રાશિના લોકો નવું વાહન કે પ્રોપર્ટી પણ ખરીદી શકે છે. રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સમય લાભકારી.
કુંભ રાશિના લોકોને કારકિર્દી સંબંધિત સમસ્યા હશે તો તે દૂર થશે. પાર્ટનરશીપમાં કોઈ બિઝનેસ કરો છો તો તેમાં પણ ઉચિત ફાયદો થશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે.