48 કલાક બાદ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, 50 વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ, ખાડેથી સિંહાસને બેસાડી દેશે!
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ દ્રષ્ટિ નાખે છે જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળે છે. 22 નવેમ્બરથી શુક્ર અને શનિ પોતાના ગોચર દરમિયાન એકબીજાથી 60 અને 300 ડિગ્રી ખૂણે સ્થિત થઈને ચાલ ચલશે. જ્યારે બે ગ્રહો એક બીજાથી તૃતિય અને એકાદશ ભાવમાં રહે ત્યારે આ ખૂણાવાળી સ્થિતિ બને છે અને શુક્ર અને શનિના આ ત્રિએકાદશ કોણીય સંયોગને લાભ દ્રષ્ટિ કહે છે. આવામાં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધનદૌલતમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૃષભ રાશિવાળા માટે શનિ અને શુક્રની લાભ દ્રષ્ટિ લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિાયન તમારી કામ કરવાની શૈલીમાં નીખાર આવશે. વિચારેલી યોજનાઓ સફળ થશે. નવી નોકરીની શોધમાં હશો તો સફળતા મળી શકે છે. તમને કોઈ સારી કંપનીમાં જોબ મળી શકે છે. પગાર વધવાથી જીવનશૈલી પણ સુધરશે. આ દરમિયાન વેપારીઓને પણ સારો એવો ધનલાભ થઈ શકે છે. વેપારનો વિસ્તાર થશે.
શનિ અને શુક્રની લાભ દ્રષ્ટિ તુલા રાશિવાળા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમયગાળામાં તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. નવી તકોનો ફાયદો ઉઠાવીને જબરદસ્ત નફો રળશો. તમે તમારા કાર્યક્ષેત્રમાં સન્માન અને પ્રતિષ્ઠા મેળવશો. આ સાથે નોકરીયાતોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. તમે કામકાજ સંબંધિત મુસાફરી કરી શકો છો. રોકાણથી લાભ મળી શકે છે. આ સાથે તમારી ઈચ્છાઓ પૂરી થશે.
વૃશ્ચિક રાશિવાળા માટે પણ શનિ અને શુક્રની લાભ દ્રષ્ટિ શુભ ફળદાયી નીવડી શકે છે. આ દરમિાયન તમને વધુ આત્મવિશ્વાસુ બનશો અને નેતૃત્વના ગુણોમાં નિખાર આવશે. નોકરીમાં પ્રમોશન મળવાના પૂરા યોગ છે. આ સાથે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સમય દરમિાયન તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. બેંક બેલેન્સમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સમયગાળામાં તમે કોઈ લક્ઝરી આઈટમ ખરીદી શકો છો. પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.