Money Vastu Tips: ઘરમાં મની પ્લાંટ હોય તો દર શુક્રવારે તેમાં નાખો આ વસ્તુ, માતા લક્ષ્મી ભરી દેશે ધનના ભંડાર
)
ધનપ્રાપ્તિની દ્રષ્ટિએ શુક્રવારનો દિવસ ખાસ હોય છે આ દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત છે સાથે જ ધન વિલાસતા અને સુખ આપનાર શુક્ર ગ્રહને પણ મજબૂત કરનાર દિવસ છે.
)
શુક્રવારે માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઈએ. તેમને સફેદ મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે.
)
શુક્રવારના દિવસે ઘરમાં જો મની પ્લાન્ટ હોય તો તેમાં કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. તાંબાના કળશમાં પાણી ભરી તેમાં થોડું કાચું દૂધ ઉમેરી શુક્રવારે મની પ્લાન્ટમાં ચડાવી દેવું.
સાથે જ શુક્રવારે મની પ્લાન્ટના મૂળમાં લાલ રંગનો દોરો એટલે કે રક્ષા સૂત્ર બાંધવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને ખુશહાલી આવે છે.
મની પ્લાન્ટ ઘરમાં હોય તો એક વાતનું ધ્યાન રાખવું કે તેને હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં રાખો. જો ઘરમાં મની પ્લાન્ટ રાખ્યો હોય તો તેને સફેદ કે લીલા રંગની કાચની બોટલમાં રાખવું સર્વશ્રેષ્ઠ ગણાય છે. સાથે જ ધ્યાન રાખો કે મની પ્લાન્ટની વેલ ઉપરની તરફ વધતી હોય.