Holi Special: પહેલાં ચઢ્યો પ્રેમનો રંગ, હવે લગ્ન બાદ Bollywood Couples સાથે રમશે પ્રથમ હોળી
Kiara Advani Sidharth Malhotra: કિયારા અને સિદ્ધાર્થે 7 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા અને આ બંનેની પ્રથમ હોળી છે. આ વખતે કિયારા પોતાના સાસરિયામાં પ્રથમ હોળી મનાવશે.
Alia Bhatta Ranbir Kapoor: કપૂર પરિવારની હોળી તો હિન્દી સિનામાની જાણીતી હોળી રહી છે પરંતુ ઘણા વર્ષોથી આ સિલસિલો બંધ છે. પરંતુ લગ્ન બાદ આલિયા અને રણબીર પોતાની પ્રથમ હોળીને યાદગાર બનાવશે. એટલું જ નહીં તેમની પુત્રી રાહાની પણ પ્રથમ હોળી છે.
Ali Fazal Richa Chaddha: ઓક્ટોબર 2022માં લગ્ન કર્યા બાદ અલી ફઝલ અને ઋચા ચડ્ઢા પણ પ્રથમ હોળી ઉજવવા માટે તૈયાર છે. આમ તો બંનેએ સાથે હોળીના તહેવારની ઉજવણી કરી હશે. પરંતુ આ વખતે લગ્ન બાદ બંને પ્રથમ વખત કલર રમશે.
KL Rahul Athiya Shetty: આથિયા શેટ્ટીએ પણ તાજેતરમાં જ લગ્ન કર્યા છે અને હવે તે તેના પતિ એલ રાહુલ કે ઇશ્કના રંગમાં રંગાઈ જવા માટે તૈયાર છે. આ કપલ લગ્ન પછી પહેલી હોળી પણ સેલિબ્રેટ કરવા જઈ રહ્યું છે.
Hansika Motwani Sohail Kayhuria: અભિનેત્રી હંસિકા મોટવાણીએ હાલમાં સોહેલ કથૂરિયા સાથે લગ્ન કર્યાં છે. આ કપલની પણ લગ્ન બાદ પ્રથમ હોળી છે, જે હંસિકા અને સોહેલ સાથે ઉજવશે. સાસરિયામાં હંસિકા પોતાની પહેલી હોળીને યાદગાર બનાવવા ઈચ્છશે.