Sidharth Kiara Sangeet Ceremony: કિયારા-સિદ્ધાર્થની સંગીત સેરેમનીના ફોટો Leaked, સૂર્યગઢ પેલેસ ગુલાબી રોશનીથી શણગારવામાં આવ્યો
સૌથી પહેલા જુઓ આ તસવીરને. તેમાં સૂર્યગઢ પેલેસ રાતના અંધારામાં પિંક કલરની રોશનીથી જગમચી રહ્યો છે. તો પેલેસની બહાર ગીતના અવાજો સંભળાઈ રહ્યાં છે.
આ તસવીરને જુઓ. આ સૂર્યગઢ પેલેસના ગેટનો છે. જેમાં ફ્રંટ સાઇટથી ગેટને કાળા કપડાથી કવર કરવામાં આવ્યો છે. આ સાથે સિક્યોરિટી કોઈને ગેટની નજીક પણ જવા દેતા નથી.
પેલેસના દરેક ગેટ પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા છે. દરેક ગેટને કપડાથી ઢાંકી સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. કોઈને અંદર જવાની મંજૂરી નથી.
રિપોર્ટ પ્રમાણે કિયારા અને સિદ્ધાર્થે પણ વિક્કી કૌશલ અને કેટરીના કેફની જેમ નો ફોન પોલિસી અપનાવી છે. એટલે કે કોઈ ગેસ્ટને સાથે ફોન રાખવાની મંજૂરી હશે નહીં. સાથે કોઈ ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકશે નહીં.
પેલેસમાં બોલીવુડના દિગ્ગજ સિતારાઓ સિવાય અંબાણી પરિવારની પુત્રી ઈશા અંબાણી પર હાજર છે. તેવામાં પેલેસની સિક્યોરિટી વધુ કડક છે.