PHOTOS: ટ્રાફિક જામથી બચવા માટે ડ્રાઈવર બસ જોખમી રસ્તે લઈ ગયો...41 લોકોના મોત

Tue, 16 Feb 2021-3:26 pm,

પોલીસના જણાવ્યાં મુજબ ડ્રાઈવરે નિયમિત રૂટ પર જામ થતા ટ્રાફિકથી બચવા માટે શોર્ટ કટ રસ્તો પસંદ કર્યો. જે નહેર પાસેથી પસાર થાય છે. આ રસ્તો ખુબ સાંકડો અને જોખમવાળો છે. આમ છતાં ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂકીને બસને આ રૂટ પરથી લઈ જવાનું નક્કી કર્યું. પરિણામે બસનું સંતુલન બગડ્યું અને તે બાાણસાગર નહેરમાં ખાબકી.  

પોલીસે જણાવ્યું કે બસમાં 32 લોકો જ બેસી શકે તેટલી ક્ષમતા હતી. પરંતુ આમ છતાં 60 મુસાફરો બેસાડવામાં આવ્યા. સિધીથી નીકળ્યા બાદ છુટિયા ઘાટીથી થઈને આ બસ સતના જવાની હતી. ઝાંસી-રાંચી સ્ટેટ હાઈવેના રસ્તા ખરાબ અને અધૂરા છે. આ કારણસર અહીં ખુબ ટ્રાફિક જામ થાય છે. ડ્રાઈવરે આ જ કારણે રસ્તો બદલી નાખ્યો.(તસવીર-ANI)

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 5-5 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે. જબલાનાથ પરિહાર ટ્રાવેલ્સની બસ નંબર MP 19P 1882 સિધીથી સતના તરફ જઈ રહી હતી. કમલેશ્વર સિંહ બસના માલિક છે. બસની ફિટનેસ 2 મે 2021 સુધી અને પરમિટ 12 મે 2025 સુધીની છે. (તસવીર-ANI)

સિધી-સતનાના આ માર્ગ પર અત્યાર સુધીમાં 3 મોટા અકસ્માત થઈ ચૂક્યા છે. પહેલો અકસ્માત 1988માં થયો હતો. જ્યારે લિલજી બંધમાં બસ ખાબકી હતી. આ અકસ્માતમાં 88 મુસાફરોના મોત થયા હતા. ત્યારબાદ બીજો અકસ્માત 18 નવેમ્બર 2006ના રોજ થયો હતો જ્યારે મુસાફરો ભરેલી બસ ગોવિંદગઢ તળાવમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 68 મુસાફરોના મોત થયા હતા. સવાલ એ ઊભા થાય છે કે આખરે આ રસ્તો જો આટલો જોખમભર્યો છે તેનો ડ્રાઈવરને અંદાજો તો, પહેલા પણ અકસ્માત થઈ ચૂક્યા છે તો ડ્રાઈવરે લોકોના જીવ જોખમમાં કેમ મૂક્યા? આ સાથે જ પ્રશાસન આવા રૂટ પર ભારે વાહનોને પ્રવેશ કેમ આપે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link