Sidhu Moose Wala death anniversary: પંજાબી સિંગર સિધ્ધૂ મૂઝવાલાની પહેલી ડેથ એનિવર્સરીના ફોટા સામે આવ્યા
તમને જણાવી દઈએ કે, પંજાબના માનસા જિલ્લામાં 29 મે 2022ના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની હત્યા માટે અત્યાર સુધીમાં 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પહેલા ગેટ પર સામાન્ય લોકોના પ્રવેશ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે ગેટ નંબર બેથી વીવીઆઈપી એન્ટ્રી હશે અને ત્રીજા ગેટ પર લંગરની વ્યવસ્થા કરવામાં આવી છે.
માણસાની અનાજ મંડીમાં 5911 ટ્રેક્ટરમાં તેમની પ્રતિમા દર્શન માટે રાખવામાં આવી છે. આ સાથે તેમનું 'થર' વાહન પણ રાખવામાં આવ્યું છે, જેમાં સિદ્ધુએ અંતિમ શ્વાસ લીધા હતા.
સિદ્ધુ મુસેવાલાની પ્રથમ વર્ષગાંઠ પર તેના હજારો ચાહકો પહોંચે તેવી અપેક્ષા છે. તેના પિતા બલકૌર સિંહે કહ્યું છે કે જો તેના પ્રિયજનોને કાર્યક્રમમાં આવવાથી રોકવામાં આવશે તો તે ધરણા પર બેસી જશે.
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની આજે પ્રથમ પુણ્યતિથિ છે. પંજાબના માણસા જિલ્લાના અનાજ બજારમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તેમના સ્નેહજનોએ મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.