Cleaning Hacks: બળેલા કે કાળા પડેલા વાસણને સાફ કરવા અજમાવો આ સરળ ટ્રીક્સ, 5 મિનિટમાં નવું હોય એવું ચમકી જાશે
જો કઢાઈ કે લોઢી સહિતના વાસણ કાળા થઈ ગયા હોય તો તેને સાફ કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુના રસમાં થોડું પાણી ઉમેરી આ પાણીથી વાસણ સાફ કરશો તો વાસણમાંથી ચિકાસ અને મેલ બંને દૂર થઈ જશે.
જો લોઢાના વાસણ વધારે ખરાબ થઈ ગયા હોય અને તેને સાફ કરવા મુશ્કેલ લાગતા હોય તો કાસ્ટીક સોડાનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે અડધી ચમચી સોડા લઈને હળવા હાથે કઢાઈ પર ઘસો. પાંચથી દસ મિનિટમાં જ તમે જોશો કે વાસણ ચમકી ગયું છે.
બેકિંગ સોડાથી પણ વાસણ સારી રીતે સાફ થાય છે. બેકિંગ સોડામાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને વાસણ સાફ કરશો તો કાળા પડેલા વાસણ તુરંત સાફ થઈ જશે.
વિનેગરની મદદથી પણ કઢાઈ, લોઢી સહિતના વાસણને સારી રીતે સાફ કરી શકાય છે. તેના માટે વિનેગરમાં બેકિંગ સોડા ઉમેરીને વાસણ સાફ કરવા જોઈએ.
લોઢાના કાળા પડેલા અને ખરાબ થયેલા વાસણને સાફ કરવા માટે સારા બ્રશનો ઉપયોગ કરવો જરૂરી છે. તેનાથી વાસણ ઝડપથી સાફ થાય છે અને નવા જેવા ચમકદાર બને છે.